+

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર, નવાજુનીના એંધાણ

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ  ગુજરાત કોંગ્રેસનું માળખુ  જાહેર કરવામાં આવ્યું છે. પહેલા તબક્કાની યાદીમાં 25 ઉપાધ્યક્ષો અને 75 મહામંત્રીઓ અને 5 પ્રોટોકોલ મંત્રીની à
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ  ગુજરાત કોંગ્રેસનું માળખુ  જાહેર કરવામાં આવ્યું છે. પહેલા તબક્કાની યાદીમાં 25 ઉપાધ્યક્ષો અને 75 મહામંત્રીઓ અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 19 જિલ્લાના પ્રમુખની પણ પ્રદેશ કોંગ્રેસે વરણી કરી છે. 
વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને  પ્રદેશ કોંગ્રેસ સંગઠનનુ નવુ માળખુ તૈયાર કર્યું છે. અગાઉ ચર્ચા ચાલી હતી કે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં કોંગ્રેસનુ માળખુ જાહેર કરાઈ શકે છે. જે અલગ અલગ 3 તબક્કામાં જાહેર કરાય તેવી શક્યતા જોવા મળી હતી.  કોંગ્રેસ દ્વારા અલગ અલગ તબક્કામાં માળખુ જાહેર કરવા પાછળનું કારણ, નેતાઓની નારાજગીને ટાળવાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે પાર્ટીનુ શીર્ષસ્થ નેતૃત્વ એ વાતને લઈ અસમંજસની સ્થિતિમાં છે કે, પાર્ટીના નિષ્ક્રિય નેતાઓને સંગઠનમાં સમાવવા કે નહી? કોંગ્રેસના નવા માળખાથી અન્ય નેતાઓ નારાજ ન થાય તે મુજબ માળખું તૈયાર કરવામાં આવશે. 
કોંગ્રેસના નવા ઉપાધ્યક્ષ
સત્યજીત ગાયકવાડ, અલ્કાબેન ક્ષત્રિય, કુલદીપ શર્મા, ભીખાભાઈ રબારી, દિનેશ પરમાર, કિશન પટેલ, ડૉ. જીતુભાઈ પટેલ, બિમલ શાહ, ગેનીબેન ઠાકોર, ઈન્દ્રનિલ રાજ્યગુરુ, ભીખુભાઈ વરોટારિયા, અશોક પંજાબી, નિશિથ વ્યાસ, પંકજ શાહ, કાશ્મીરાબેન મુંશી, ગોવિંદભાઈ પટેલ, યુનુસ અહેમદ પટેલ, ડૉ. વિજય દવે, ગાયત્રીબા વાઘેલા, ડૉ. હેમાંગ વસાવડા, હિરાભાઈ જોટવા, કરસનભાઈ વેગાડ, પંકજ પટેલ , દિનેશ ગઢવી, શેહનાઝ બાબી
સંગઠનના પ્રોટોકોલમંત્રી
મનોજ પરમાર, ભાવેર રબારી, નઝીમ ચૌહાણ, જગદીશ ચૌહાણ, હરેશ માલાણી
જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ
નવસારી- શૈલેષકુમાર પટેલ, તાપી- ભીલાભાઈ ગામીત, જૂનાગઢ- નટવરલાલ પોકિયા, જામનગર- જીવનભાઈ કુંભારડિયા, પંચમહાલ- અજીતસિંહ ભાટી, બોટાદ- રમેશબાઈ મેર, અમરેલી- ધીરજલાલ રૈયાણી, ગીર સોમનાથ- મનસુખ ગોહિલ, ગાંધીનગર- અરવિંદસિંહ સોલંકી, મહીસાગર- સુરેશભાઈ પટેલ, નર્મદા- હરેશ વાળંદ, રાજકોટ- અરજનભાઈ, અમદાવાદ જિલ્લા- બળવંત ગઢવી, અમદાવાદ શહેર- નિરવ બક્ષી, બનાસકાંઠા- ભરતસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા- સાગર બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર- ઋત્વિક જોશી, રાજકોટ શહેર- પ્રદીપ ત્રિવેદી, ભાવનગર જિલ્લા- રાજેન્દ્રસિંહ ગોહલ. 

ધારાસભ્ય લલિત વસોયા નારાજ 
એક સાંધે ત્યાં તેર તૂટે આ કહેવત કોંગ્રેસ માટે બંધ બેસતી કહી શકાય. એક તરફ કોંગ્રેસનું માળખું જાહેર થયું છે તો બીજી કોંગ્રેસ નેતાની નારાજગી સામે આવી છે. સૌરાષ્ટ્રની ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં નારાજગી વ્યક્ત કરી છે. લલિત વસોયાએ લખ્યું કે, બધુ આપને ગમે એવું જ થોડું થાય. જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારને કારણે ઘણું સહન પણ કરવું પડે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન.
Whatsapp share
facebook twitter