+

Gujarat BJP : લોકસભાની ચૂંટણી માટે BJP ની પૂરજોશ તૈયારી, તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ, વાંચો સંપૂર્ણ વિગત

લોકસભા (Lok Sabha Election) ની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ (Gujarat BJP) એ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે રાજ્યમાં લોકસભાની તમામ (Lok Sabha) બેઠક પર સેન્સ પ્રક્રિયા (BJP…

લોકસભા (Lok Sabha Election) ની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ (Gujarat BJP) એ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે રાજ્યમાં લોકસભાની તમામ (Lok Sabha) બેઠક પર સેન્સ પ્રક્રિયા (BJP Sense process) શરુ કરી દેવાઇ છે. રાજકોટ, જામનગર, ક્ચ્છ, મોરબી, પોરબંદર, બારડોલી, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી ખાતે આજથી પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ :

આજે રાજકોટ (Rajkot) લોકસભા બેઠક માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, લોકસભા બેઠક પર ભરત બોઘરાને ટિકિટ આપવા સૂર ઉઠ્યા હતા. શહેર ભાજપ સંગઠને કડવા પાટીદાર ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવા રજૂઆત કરી હતી. અગાઉ રાજકોટ લોકસભા બેઠક પર બે ટર્મથી કડવા પાટીદાર ચહેરા મોહન કુંડારિયાને (Mohan Kundaria) ટિકિટ આપવામાં આવે છે. ત્યારે હવે શહેર ભાજપ સંગઠન દ્વારા ભરત બોઘરાને (Bharat Boghra) ટિકિટ આપવા રજૂઆત કરાઈ છે.

જામનગર :

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે જામનગરમાં (Jamnagar) સંસદીય મત વિસ્તારમાં બીજેપી (Gujarat BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. માહિતી મુજબ, નેતા રણછોડ દેસાઈ, હરિભાઈ પટેલ, રિટાબેન દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્રણ સભ્યોની ટીમે ભાજપ કાર્યાલયમાં તમામ કાર્યકરોને સાંભળ્યા હતા. જામનગર, દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) અને મોરબીના (Morbi) 250 જેટલા કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા અને કોણ કોણ મજબૂત નેતા છે ? વગેરે બાબતોના મત ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા.

ક્ચ્છ અને મોરબી :

ક્ચ્છ અને મોરબી (Kutch and Morbi) લોકસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભુજ, મોરબી ખાતે ભાજપ કાર્યાલયમાં યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં રમણભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા દાવેદારોના સેન્સ લેવાયા હતા. પૂર્વ મેયર બીજલ શાહ (Bijal Shah) તમામ દાવેદારોને મળશે. ભાજપના હોદ્દેદારોએ વિનોદ ચાવડાની કામગીરીને વખાણી હતી.

પોરબંદર :

પોરબંદર (Porbandar) લોકસભાની બેઠક માટે રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડ (Rajkot Gondal Market Yard) ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં નડિયાદના ધારાસભ્ય પકંજ દેસાઈ, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ જુગલ ઠાકોર, જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના વિવિધ જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યાં હતા. માહિતી મુજબ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદના હોદ્દેદારોની સેન્સ પ્રકિયા હાથ ધરાઈ હતી. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાણાવાવ કુતિયાણા પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરા, જેતપુર જામકંડોરણાના પૂર્વ ધારાસભ્ય જસુબેન કોંરાટ અને રાણાવાવ કુતિયાણાએ સેન્સ આપી હતી.

બારડોલી:

બારડોલી (Bardoli) 23 લોકસભાના ઉમેદવારની દાવેદારી માટે બીજેપીના મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ધારાસભ્ય આત્મારામ પરમાર, જયદરથસિંહ પરમાર અને નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન સુરત તેમ જ તાપી જિલ્લાના બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ, કામરેજ અને ચોર્યાસીના હોદ્દેદારોને સંભાળવામાં આવ્યા હતા. સંભવિત ચર્ચામાં ચાલી રહેલા નામોમાં સુરત જિલ્લા પ્રમુખ ભરતસિંહ રાઠોડ, માજી મંત્રી ગણપત વસાવા (Ganapat Vasava), કાર્યકારી સાંસદ પ્રભુ વસાવા, ભાજપના જુનાજોગી હર્ષદ ચૌધરી અને અર્જુન ચૌધરી સામેલ છે.

ખેડા:

ખેડા (Kheda) જિલ્લાના ભાજપ કમલમ ખાતે પ્રદેશ ભાજપ અને નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, જેમાં ખેડા લોકસભામાં આવતી 7 વિધાનસભાના હોદ્દેદારોના સેન્સ લેવાયા. રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ નિરીક્ષક તરીકે પહોંચ્યા હતા. જ્યારે પ્રદેશ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને પ્રદેશ S.C મોરચાના દેવેન્દ્ર વર્માએ સેન્સ લીધા.

દાહોદ :

દાહોદમાં (Dahod) લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા લેવા માટે ભાજપ પ્રદેશમંત્રી શીતલબેન સોની, કિસાન મોર્ચા પ્રદેશ પ્રમુખ હીતેશ પટેલ અને પૂર્વમંત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. અહેવાલો મુજબ, સાંસદ જશવંતસિંહ, પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા, ભાજપના જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર, રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર (Kuber Dindor) સહિતના ઉમેદવારો ટિકિટની માગ કરી શકે છે.

સુરેન્દ્રનગર :

સુરેન્દ્રનગરમાં (Surendranagar) આજે નમો કમલમ કાર્યાલય ખાતે બીજેપી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વર્તમાન સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા (Dr. Mahendra Munjpara), રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ (Shankarbhai Vegad) સહીતના ભાજપના નેતાઓ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી.

સાબરકાંઠા :

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લા માટે આજે હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પૂર્વમંત્રી અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (Gajendra Singh Parmar), અરવલ્લી જિલ્લાના બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પંકજભાઈ મહેતા, ભાનુબેન બાબરિયા (Bhanuben Babaria) અને વજુભાઇ ડોડિયા સેન્સ લેવા પહોંચ્યાં હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો સેન્સ આપવા પહોંચ્યા હતા.

 

આ પણ વાંચો – Lok Sabha : ગૃહ મંત્રી અમિત શાહ જ એક માત્ર ઉમેદવાર..

Whatsapp share
facebook twitter