+

Gujarat ATS અને NCB ની MP નાં ભોપાલમાં મોટી કાર્યવાહી, કરોડોનાં ડ્રગ્સ સાથે 2 ને દબોચ્યા

ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન મધ્યપ્રદેશનાં ભોપાલમાંથી પકડી ડ્રગ્સની ફેક્ટરી રૂ. 1814 કરોડનાં ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ ગુજરાત ATS ની (Gujarat ATS) ટીમને એક મોટી સફળતા મળી…
  1. ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન
  2. મધ્યપ્રદેશનાં ભોપાલમાંથી પકડી ડ્રગ્સની ફેક્ટરી
  3. રૂ. 1814 કરોડનાં ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ

ગુજરાત ATS ની (Gujarat ATS) ટીમને એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને NCB નાં સંયુક્ત ઓપરેશન હેઠળ મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) ભોપાલમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે, જેમાંથી MD ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. સાથે આ કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Rajkot : Gujarat First નાં વધુ એક અહેવાલની ધારદાર અસર, લાંચ માગનાર પોલીસકર્મી સસ્પેન્ડ

MP નાં ભોપાલમાં ગુજરાત ATS અને NCB નું સર્ચ ઓપરેશન

ગુજરાત ATS દ્વારા (Gujarat ATS) એકવાર ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીનાં આધારે ગુજરાત ATS અને NCB એ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં (Bhopal) હાથ ધરાયું હતું, જે હેઠળ ડ્રગ્સની ફેક્ટરી (MD Drugs Factory) ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં તપાસ કરતા ATS અને NCB ની ટીમને MD ડ્રગ્સનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો – Dakor : રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતાં ભક્તો માટે ખુશીનાં સમાચાર, હવે મળશે આ ફ્રી સેવા

રૂ. 1814 કરોડનાં ડ્રગ્સ સાથે 2 શખ્સની ધરપકડ

પ્રાથમિક અહેવાલ અનુસાર, આ MD ડ્રગ્સનાં જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં ATS અને NCB ની ટીમે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. સાથે જ ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ બનાવવા માટેની તમામ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ છે. જણાવી દઈએ કે, આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ ટ્વીટ કરી માહિતી આપી છે અને ગુજરાત ATS અને NCB ની કામગીરીને બિરદાવી છે.

આ પણ વાંચો – Banaskantha : ગરબા રમીને ઘરે જતાં બાઇકસવાર 4 યુવકોને ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર, 3 નાં મોત

Whatsapp share
facebook twitter