+

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

ભારતીય તટરક્ષક દળ (ICG) એ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે 40 કિલો નાર્કોટીક્સ પણ મળી આવ્યું છે. જેની કિંમત 300 કરોડ રૂપિયા થાય છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા મળી છે.  25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીà
ભારતીય તટરક્ષક દળ (ICG) એ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે 40 કિલો નાર્કોટીક્સ પણ મળી આવ્યું છે. જેની કિંમત 300 કરોડ રૂપિયા થાય છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા મળી છે. 

25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન(IMBL)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી. 
ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બોટમાં સવાર થઈ હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને 300 કરોડ રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી રહી છે. 
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં 44 પાકિસ્તાની, 7 ઈરાની લોકો, 1930 કરોડ રૂપિયાનું 346 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter