+

આજે આવશે ગુજરાતની જનતાનો ‘જનાદેશ’, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ, 1621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીકુલ 1007 કર્મચારીઓ અધિકારીઓ કામગીરીમાં જોડાશેGujarat Election Results : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમ
  • મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
  • 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી
  • કુલ 1007 કર્મચારીઓ અધિકારીઓ કામગીરીમાં જોડાશે
Gujarat Election Results : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મતગણતરી શરૂ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા કુલ 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.
તમામ તૈયારીઓ પૂર્ણ
મુખ્ય ચૂંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી પણ તૈનાત હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
વહેલી સવારે 5 વાગ્યે થર્ડ રેન્ડમાઇઝેશન થશે
મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન(Randomization) પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે.
સવારે 8 વાગ્યે ગણતરી શરૂ
રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરાયા છે. 
L.D. એન્જિનિયરીંગ કોલેજ
  • ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી થશે.
આંબાવાડીની પોલીટેક્નિક કૉલેજ
  • ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની મતગણતરી થશે.
ગુજરાત કૉલેજ
  • નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની મતગણતરી થશે.
ત્રિસ્તરિય સુરક્ષા વ્યવસ્થા
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે. રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોમાં તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર CAPFનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ
મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter