Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગરમાં ફિક્સ-પે અંગે કર્મચારીઓનો અનોખી વિરોધ

12:31 PM Sep 06, 2023 | Hiren Dave
  • ગાંધીનગરમાં ફિક્સ-પે અંગે કર્મચારીઓનો વિરોધ
  • જનમાષ્ટમી પહેલા કર્મચારીઓ કર્યો વિરોધ
  • શોષણની મટકી ફોડી અનોખો વિરોધ કર્યો

 

તહેવાર પહેલા સરકારી કર્મચારીઓ દ્વારા ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો.  રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરતાં હજારો કર્મચારીઓ દ્વારા જન્માષ્ટમી પહેલા શોષણની મટકી ફોડી અનોખો વિરોધ કરવામાં આવ્યો.. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જન્માષ્ટમી પહેલા શોષણની  મટકી  ફોડી અનોખો   વિરોધ  કરવામાં  આવ્યો  હતો.

 

કર્મચારીઓ અનોખો  વિરોધ

રાજ્યમાં ફિક્સ કર્મચારીઓ દ્વારા ચાલી રહેલા કાર્યક્રમોએ સરકારને ફિક્સ પે મુદ્દે બોલવા બાબતે મજબૂર કર્યા છે. સરકાર ફિક્સ પે બાબતે નિર્ણય લે તે માટે ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા દિવાળી સુધી અલગ અલગ કાર્યક્રમની જાહેરાત કરી વિરોધ સાથે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.  રાજ્યમાં 40થી વધુ કર્મચારીઓ મંડળ છે તેમના થકી પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ દ્વારા દિવાળી સુધી અલગ અલગ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે

 

અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો આવ્યા છે તેવા પ્રશ્નોને ઉકેલી દીધા છે. જ્યારે ફિક્સ પે બાબતે એક બેઝ અને પ્લેટફોર્મ તૈયાર થાય કે ક્યારથી આ પ્રશ્ન પડતર છે કેટલા વખતથી પ્રશ્ન છે, તેના માટેના નીતિ નિયમો નક્કી કરવા પડે જેથી જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે ચર્ચા કરવામાં આવશે.

 

આ  પણ  વાંચો-અમદાવાદ SG હાઈવે પર અકસ્માતોની વણઝાર