+

Patan : રાધનપુર-વારાહી રોડ પર અચાનક એક કાર ભડભડ સળગી, 1 નું મોત

પાટણથી (Patan) એક ગોઝારી ઘટના સામે આવી છે. રાધનપુર-વારાહી રોડ (Radhanpur-Warahi Road) પર અલ્ટો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને…

પાટણથી (Patan) એક ગોઝારી ઘટના સામે આવી છે. રાધનપુર-વારાહી રોડ (Radhanpur-Warahi Road) પર અલ્ટો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરી થતાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે, વારાહી પોલીસે (Warahi Police) કારમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની હકીકત જાણવા તપાસ હાથ ધરી છે.

હાઇવે પર કારમાં આગ, એકનું મોત

પાટણના (Patan) રાધનપુર-વારાહી રોડ પર હચમચાવે એવી ઘટના બની હતી. હાઈવે પરથી પસાર થતી એક અલ્ટો કારમાં અચાનક આગ (Fire in Alto Car) ફાટી નીકળી હતી. આગની ચપેટમાં કાર બળીને ખાખ થઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું. જો કે, કારમાં આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ, આ ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ કારમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigade) કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી.

આગ કયાં કારણોસર લાગી તે અંગે તપાસ

ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા વારાહી પોલીસ (Warahi Police) પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કારમાં આગથી ઘટનામાં એક શખ્સનું મોત થતાં પોલીસે મૃતકનાં શવને પીએમ અર્થે મોકલી શખ્સની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી. સાથે જ કારમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની હકીકત જાણવા પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

 

આ પણ વાંચો – Mehsana : ગામમાં વહી OIL ની નદી! ગ્રામજનોમાં આક્રોશ, આપી આંદોલનની ચીમકી

આ પણ વાંચો – Train : સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ શરૂ થતાં આ ટ્રેનો કરાઈ રદ, વાંચી લો વિગત

આ પણ વાંચો – Ahmedabad : યુવતીએ Video બનાવી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, હવે પોલીસે પણ કરી સ્પષ્ટતા

Whatsapp share
facebook twitter