Gondal : ગોડલમાં સુન્ની મુસ્લિમ જમાત અને શહીદે કરબલા કમિટી દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા. 29 આસુરાંના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી. 17 જુલાઈએ સાંજે બાદ 5 વાગ્યે વિશાળ જુલૂસ ચોરડી દરવાજાથી પ્રસ્થાન થયું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (MLA Jayraj Singh Jadeja) અને નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યો, મુસ્લિમ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તાજીયાના દીદાર કરી હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકોએ માનતાં ઉતારી
તાજિયામાં (Tajiya Muharram) આશરે નાના-મોટા 23 જેટલાં કલાત્મક તાજીયા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તાજીયા ‘યા હુસૈન’ના નારા સાથે પડમાં આવ્યા હતા. મુસ્લિમો આંસુરાનાં નમાઝ અદા કરી અને કરબલાનાં શહીદોને, ઇમામ હુસૈન (Imam Hussain) અને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી. ઈમામ હુશૈન સહિતનાં 72 જાનીશારોની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચા-પાણી, નાસ્તો લચ્છી, શરબતોની શબીલો કરી વિતરણ કરવામાં આવી હતી. તાજીયાનાં દીદાર કરી મુસ્લિમ અને હિન્દૂ સમાજનાં લોકો એ માનતાં ઉતારી હતી. માનતામાં લોકો લાલ ગુલાબના ફૂલ, અંતર, શ્રીફળ અને સોના ચાંદીની કોઈ માનેલી વસ્તુઓ માનતામાં ધરવામાં આવે છે.
તાજીયાના રૂટ પર ચુસ્ત પોલિસ બંદોબસ્ત
ગોંડલ (Gondal) પાંજરાપોળથી ચોરડી દરવાજા, મક્કા મસ્જિદ, મોટી બજાર, દરબાર ચોક (Darbar Chowk), માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, સિવિલ હોસ્પિટલ ચોકથી બોદલશા પીરની જગ્યાએ પહોંચી. ત્યાર બાદ સૌ લોકોને ન્યાઝ આપવામાં આવે છે. ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા, 2 PI, 4 PSI, મહિલા પોલીસ સ્ટાફ, બોડી વોર્ન કેમેરા સહિતનાં જવાનો, LCB બ્રાન્ચ, GRD જવાન સહિતના 150 જેટલા પોલીસ તાજીયાના સમગ્ર રૂટ પર સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો.
PGVCL અને વીજળી શાખાના કર્મચારીઓ ખડેપગે
ગોંડલ શહેર PGVCL પેટા વિભાગ ડેપ્યુટી એન્જિનિયર એસ.પી. કણસાગરાનાં માર્ગદર્શન હેઠળ એક સિવિલ એન્જિનિયર સહિત 21 PGVCL ના કર્મચારીઓ તાજીયાનાં રૂટ પર ખડેપગે તહેનાત કરાયાં હતા. ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે. વ્યાસનાં માર્ગદર્શન હેઠળ નગરપાલિકા વીજળી શાખાનાં ઇલેક્ટ્રિક સુપરવાઈઝર દર્શન ઉમરાળિયા સહિત 11 કર્મચારીઓ તાજીયાનાં રૂટ ખડેપગે હતા.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો – Mehsana : ગામમાં વહી OIL ની નદી! ગ્રામજનોમાં આક્રોશ, આપી આંદોલનની ચીમકી
આ પણ વાંચો – Train : સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ શરૂ થતાં આ ટ્રેનો કરાઈ રદ, વાંચી લો વિગત
આ પણ વાંચો – Ahmedabad : યુવતીએ Video બનાવી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, હવે પોલીસે પણ કરી સ્પષ્ટતા