Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadilal Group : 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રૂપનાં વિભાજનને આખરે મંજૂરી

08:00 PM Jul 16, 2024 | Vipul Sen

વાડીલાલ ગ્રૂપના (Vadilal Group) વિભાજનને લઈ મોટા સમાચાર આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ (NCLT) ગ્રૂપના વિભાજનને મંજૂરી આપી છે. આ સાથે રૂ. 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રૂપને વિભાજનની મંજૂરી મળી ગઈ છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી વાડીલાલ ગ્રૂપમાં વિભાજનનો આંતરિક વિવાદ ચાલતો હતો. પરિવારના સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે રીતે પૈસા ઉપાડ્યાનો વાડીલાલ પરિવારના વિરેન્દ્ર ગાંધીએ (Virendra Gandhi) આરોપ કર્યો હતો.

વર્ષોથી વિભાજનના આંતરિક વિવાદનો આખરે અંત

દેશના જાણીતા બિઝનેસ સમૂહ વાડીલાલ ગ્રૂપને લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, NCLT એ વાડીલાલ ગ્રૂપના વિભાજનને આખરે મંજૂરી આપી દીધી છે. ફેમિલી કંપની લોનાં સિદ્ધાંતોને લાગુ પાડતા NCLT એ હુકમ કર્યો છે. આ મંજૂરી સાથે વર્ષોથી ચાલતા વાડીલાલ ગ્રૂપના વિભાજનના આંતરિક વિવાદનો અંત આવ્યો છે. પરિવારનાં સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે રીતે પૈસા ઉપાડ્યોનો વાડીલાલ પરિવારના (Vadilal family) વિરેન્દ્ર ગાંધીએ આરોપ કર્યો હતો. લોન આપવાના નામે ગ્રૂપના નાણાનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યાનો પણ આરોપ હતો. આ મામલે NCLT એ 18 મુદ્દાના ચુકાદામાં વિભાજનને મંજૂરી આપી છે.

અરજદાર અને પ્રતિવાદીને રૂ. 10 લાખ જમા કરાવવા આદેશ

આ કેસમાં સુનાવણી દરમિયાન, અરજદાર અને પ્રતિવાદીએ સતત અરજીઓ કરીને કોર્ટ અને સરકારી તંત્રને હેરાન કર્યા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. આથી, ટ્રિબ્યુનલ કોર્ટે (Tribunal Court) અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને 10 લાખ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં (PM Relief Fund) જમા કરાવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1926 માં રણછોડલાલ વાડીલાલ ગાંધીએ (Ranchodlal Vadilal Gandhi) આ કંપની શરૂ કરી હતી. વાડીલાલ ગ્રૂપ ભારતની ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની પૈકીની એક છે. વાડીલાલ ગ્રૂપમાં છેલ્લા ઘણા વર્ષોથી વિભાજન કરવાને લઇને આંતરિક વિવાદ ચાલતો હતો, જેનો હવે અંતા આવ્યો છે.

 

આ પણ વાંચો – GMERS College Fees : ફી ઘટાડાના નિર્ણય સામે વાલી મંડળમાં અસંતોષ! કહ્યું- સરકારનો નિર્ણય લોલીપોપ સમાન…

આ પણ વાંચો – Ahmedabad : મેટ્રો સિટીમાં ધોળા દિવસે એક પછી એક લૂંટની ઘટના, કયાંક ફાયરિંગ તો ક્યાંક આંખમાં મરચું નાંખ્યું

આ પણ વાંચો – Porbandar : કુછડીવાડીમાંથી 630 પેટી દારૂ-બિયર મોટો જથ્થો ઝડપાયો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત