Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : મેટ્રો સિટીમાં ધોળા દિવસે એક પછી એક લૂંટની ઘટના, કયાંક ફાયરિંગ તો ક્યાંક આંખમાં મરચું નાંખ્યું

05:44 PM Jul 16, 2024 | Vipul Sen

Ahmedabad : ગુજરાતના મેટ્રો સિટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં જાણે ગુનાહિત પ્રવૃત્તિઓનો (Criminal Activities) રાફડો ફાટ્યો હોય અને ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરમાં એક પછી એક લૂંટની ઘટના બની રહી છે. અગાઉ કાગળાપીઠ અને એલિસબ્રિજ (Ellisbridge) વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારીઓ લૂંટાયો હતો, ત્યારે હવે ગાંધીરોડ ( Gandhi Road) પર વેપારી લૂંટાયો હોવાની ઘટના બની છે.

સોનાના વેપારીને એક રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટી લેવાયો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શહેરના ગાંધીરોડ વિસ્તારમાં ફતાસા પોળ પાસે ધોળા દિવસે સોનાના વેપારીને એક રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટી લેવાયો હોવાની ઘટના બની છે. આ લૂંટ દરમિયાન સોનાના વેપારીના પેટના ભાગે ગોળી વાગી હતી. આ મામલે માહિતી મળતા ખાડિયા પોલીસ (Khadia Police,) ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ પહેલા શહેરના એલિસબ્રિજ (Ellisbridge) વિસ્તારમાં પણ લૂંટની ઘટના બની હતી.

અગાઉ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો

માહિતી મુજબ, લૉ-ગાર્ડન (Law-Garden) પાસે રિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીનાં કર્મચારીને આંતરીને કેટલાક ઇસમોએ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી તેની પાસેથી રૂ. 65 લાખની રોકડ લૂંટી ફરાર થયા હતા. આ મામલે સ્થાનિક પોલીસે લૂંટ સહિતનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે લુંટારુંઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. ઉપરાંત, કાગળાપીઠ વિસ્તારમાં પણ લૂંટની ઘટના બની હતી. જો કે, આ ઘટનામાં ફરિયાદ પોતે જ લૂંટનો આરોપી હોવાનું ખુલ્યું હતું. CCTV કેમેરામાં સમગ્ર મામલે ભાંડો ફૂટયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, રૂપિયાની જરૂર હોવાથી તેણે લૂંટનું કાવતરું રચ્યું હતું.

જો કે, અમદાવાદ (Ahmedabad) જેવી મેટ્રો સિટીમાં પણ જો ધોળા દિવસ લૂંટની ઘટનાઓ વારંવાર બનતી હોય તો અન્ય વિસ્તારમાં લોકોની સુરક્ષાનું શું ? અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે કે…

શું અમદાવાદની સ્થિતિ પણ હવે યુપી અને બિહાર જેવી થશે ?
> શું ગુનેગારોમાં અમદાવાદ પોલીસનો ડર નથી રહ્યો ?
> શું પોલીસને માત્ર હપ્તાખોરીમાં જ રસ છે ?
> શું અમદાવાદ પોલીસની નથી કોઈ ધાક ?
> શું કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે પોલીસ ?
> લૂંટારૂઓને ક્યારે બાનમાં લેશે અમદાવાદ પોલીસ ?

 

આ પણ વાંચો – Bharuch: હેવાન હવસખોર પાડોશીએ 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી, આચર્યું બળજબરીપૂર્વક દુષ્કર્મ

આ પણ વાંચો – Porbandar : કુછડીવાડીમાંથી 630 પેટી દારૂ-બિયર મોટો જથ્થો ઝડપાયો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો – Bharuch: નકલી નોટોના 50 બંડલ સાથે પોલીસે બેની ધરપકડ કરી, મોટા કૌભાંડનો પર્દાફાશ