Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : નારણપુરામાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!

03:35 PM Jul 15, 2024 | Vipul Sen

અમદાવાદના (Ahmedabad) નારણપુરામાં એક વિદ્યાર્થીએ ગત મોડી રાત્રે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. પ્રેમ પ્રકરણમાં લગ્ન કરાવવાની ના પાડી માતા-પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીને મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મામલે નારણપુરા પોલીસે (Naranpura Police) ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમલગ્ન અંગે માતા-પિતાએ ઠપકો આપતા ભર્યું પગલું!

અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીમાં રહેતા ભાષ્ય શાહ નામના યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં (Naranpura Police Station) ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણમાં ભાષ્ય શાહે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગત રાતે ભાષ્ય શાહનાં માતા-પિતાએ પ્રેમલગ્ન કરાવવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.

વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

જો કે, માતા-પિતાની વાતનું મનમાં લાગી આવતા ભાષ્ય શાહે (Bhashya Shah) ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે નારણપુરા પોલીસે (Naranpura Police) હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થી ભાષ્ય શાહનાં આપઘાતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો – Bharuch : નેત્રંગ પંથકમાં જળબંબાકાર! પાણી ભરાતાં યુવક તાડનાં ઝાડ પણ ચઢ્યો

આ પણ વાંચો – Ahmedabad : શહેરનાં પોશ વિસ્તારમાં લૂંટારુઓ બેફામ, પોલીસની કામગીરી સામે સવાલ!

આ પણ વાંચો – Rajkot Gamezone fire : TPO સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની થશે તપાસ, બિલ્ડર લોબીમાં ફફડાટ!

 

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ