Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : શહેરના 69 ઓવર બ્રિજ રિપેર કરવાની હાલતમાં

05:07 PM Jul 13, 2024 | PARTH PANDYA

AHMEDABAD : મોરબી દુર્ઘટના (MORBI BRIDGE ACCIDENT) બાદ અમદાવાદ શહેર ના 88 બ્રિજોના સ્ટ્રકચર એબિલિટીને લઈને તપાસ કરવામાં આવી હતી. જે પૈકીના 69 બ્રિજ હાલ રીપેર કરવાની હાલતમાં છે, જેને ચોમાસા બાદ એક બાદ એક રીપેરીંગ કરવામાં આવશે.

ગાઈડલાઈન મુજબ કરવામાં આવી

મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજોના તપાસના આદેશ સ્થાનિક તંત્રને આપ્યા હતા. જે બાદ અમદાવાદ મનપા દ્વારા શહેરના ઐતિહાસિક બ્રિજોના તપાસ માટેના ટેન્ડર આપવામાં આવ્યા હતા. જે પૈકી 69 બ્રિજને હાલ મેન્ટેનન્સની એટલે કે રીપેર કરવાની જરૂર પડી છે. જે પૈકી શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ અને પશ્ચિમ વિસ્તારના 32 બ્રિજ નો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 1892 થી વર્ષ 2024 ના સમયાંતરે બીજો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેરમાં 10 બ્રિજ સાબરમતી નદી ઉપર 24 બ્રિજ રેલવે ઓવર બ્રિજ તરીકે 15 રેલવે અંતર પાસ 19 ફ્લાય ઓવર બે ચંદ્રભાગાના નાણા પરના બ્રિજ બે બ્રિજ ખારી નદી પરના તેમ જ છ ખારી કટ કેનાલ પરના બોક્સ કન્વર્ટ નો સમાવેશ થાય છે. જે તમામની તપાસ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

રૂ. ૨ કરોડની રકમ મંજૂર

ચોમાસુ પૂર્ણ થયા બાદ આ તમામ બ્રિજ નુ રીપેરીંગ કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું ટેન્ડર આપવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલવર્જ બીમ કોલમ સ્લેબ બોટલ રેલિંગ સહિતની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. પ્રથમ તબક્કે પૂર્વના બ્રિજનું રિપેરીગ કરશે બાદમાં પશ્ચિમના બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે પૂર્ણ બ્રિજ માટે ૨ કરોડથી વધુની રકમ હાલ એએમસી દ્વારા મંજૂર કરવામાં આવી છે.

અહેવાલ – રીમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો — Surat : ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ.18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું