Ahmedabad: અમદાવાદ(Ahmedabad)ના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School)હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. વાલીઓનું કહેવુ છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.
વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો
એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા મુદ્દે શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો. સાથે જ વાલીઓએ શાળામાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી હતી. મહત્વનું કહી શકાય કે, આ શાળામાં જે ACમાં બ્લાસ્ટ થયો તે અંગે વાલીઓને કોઈ જાણ ના કરવામાં આવી હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
વાલીઓએ ફાયર સાધનનોની તપાસ કરી
સ્કૂલમાં પહોંચીને હોબાળો કરતાં વાલીઓએ જણાવ્યું કે, આ બ્લાસ્ટ અંગે તેમને કોઈ જાણ કરવામાં નથી આવી અને બાળકો આ બ્લાસ્ટને કારણે ખૂબ જ ડરી ગયા હતા. જેને લઈને વાલીઓએ જાતે જ સ્કૂલમાં પહોંચીને બાળકોની સુરક્ષા માટે સ્કૂલમાં મૂકવામાં આવેલા ફાયરસેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.
બાળકોની સુરક્ષા માટે પગલાં ક્યારે લેવાશે?
મહત્વનું કહી શકાય કે, હજી તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે લોકો ભૂલી નથી શક્યા તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. સુરતનો એ તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણીકાંડ અને ત્યારબાદ રાજકોટનો અગ્નિકાંડ આ 3 મોટી દુર્ઘટના બાદ પણ બાળકોની સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.
વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો
શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરના સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરના સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.
આ પણ વાંચો – VADODARA : હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરને કૌભાંડના પુરાવા સોંપાયા
આ પણ વાંચો – Surat: લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ
આ પણ વાંચો – Surat: નશામાં ધૂત નબીરાએ 10 બાઈક ઉડાડી,પોલીસે કરી ધરપકડ