Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ગ્રામ્ય LCB એ દારૂ ભરેલુ ટેન્કર ઝડપ્યું, જથ્થો ઉતારવા લસરપટ્ટી બનાવી

04:26 PM Jul 11, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ બાદ ગ્રામ્ય એલસીબી (RURAL LCB – VADODARA) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ગ્રામ્ય એલસીબી દ્વારા જરોદ પોલીસ મથકની હદમાંથી રૂ. 33 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંયુક્ત બાતમી મળી

વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે સઘન વોચ રાખવામાં આવતી હોય છે. તેવામાં તાજેતરમાં રાત્રી દરમિયાન એલસીબીની ટીમ ડભોઇ ડિવીઝનના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું કે, એક ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીનો ગોધરાથી વડોદરા આવતા ટ્રેક પર લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

સરકાવીને પેટીઓ બહાર કાઢવામાં આવી

દરમિયાન બાતમીથી મળતી આવતું ટેન્કર દેખાતા તેને સાઇડ પર લેવડાવવામાં આવ્યું હતું. તેમાં કેબીનમાં તપાસ કરતા એકમાત્ર ડ્રાઇવર મળી આવ્યો હતો. તેણે તેનું નામ દિલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટી (સરદાર) (રહે. રાણીયા રોડ, ઝંડીવાળી ગલી, હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટેન્કરનું ઢાંકણું ખોલીને તેમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી દારૂનો મોટો જથ્થો હોવાનું દેખાયું હતું. જેને બહાર કાઢવા માટે પાટીયુ મુકીને લસરપટ્ટી જેવું બનાવ્યું હતું. જેના પરથી સરકાવીને પેટીઓ બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીએ રૂ. 33.36 લાખના દારૂ સહિત રૂ. 43.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ જઇ ફોન કરવા માટે જણાવ્યું

ડ્રાઇવરની સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, હરીયાણાના રોહતકથી રવાડી તરફ જવાના હાઇવે પર જજર ખાતેથી આ ટેન્કર તેને આપ્યું હતું. જેમાં વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચીને ફોન કરવાનો હતો. જેથી ગોધરા પાસ કર્યા પછી ફોન કરતા અમદાવાદ ખાતે જઇને ફોન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત