Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પતિને પહેલાથી જ CA પત્નીના પગારમાં રસ હતો

05:07 PM Jul 10, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION) માં પરિણીતાએ પતિ,સાસુ-સસરા અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્નબાદથી જ પતિને પત્નીના પગારમાં ભારે રસ હતો. અને તેમ કરવા માટે તે જબરદસ્તી પણ કરતો હતો. એક વખતે પતિએ તેની ગંદી કરતુતોનો વીડિયો પત્નીને મોકલ્યો હતો. આ અંગે સાસુ-સસરાને કહેવા જતા તેમણે ઉંધુ વહુને ખરીખોટી વાત કહી સંભળાવી હતી. આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

6 મહિનામાં જ સગાઇ તોડી નાંખી

પાણીગેટ પોલીસ મથકમાં શમીનાબેન (નામ બદલ્યું છે) નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સીએ તરીકે નોકરી કરે છે. તેમના મહોલ્લામાં રહેતા અલ્ફેઝ એન્જીનીયર સાથે તેઓ વર્ષ 2014 માં લગ્નપ્રસંગમાં અને ત્યાર બાદ અભ્યાસ સમયે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને વચ્ચે ટેલિફોનીક વાતચીત થતી રહેતી હતી. છ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. વર્ષ 2018 માં બંનેની સગાઇ થઇ હતી. ત્યાર બાદમાં તેણીનો સીએનો અભ્યાસ પૂર્ણ ન થતા અલ્ફેઝ તથા તેના પરિવારે 6 મહિનામાં જ સગાઇ તોડી નાંખી હતી. અને તેણે બીજી છોકરી સાથે સગાઇ કરી લીધી હતી.

માતા-પિતાએ સમુહ લગ્ન કરાવ્યા

બાદમાં શમીનાબેનનું સીએનું ભણતર પૂર્ણ થતા વર્ષ 2022 માં ફરી બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. જે અંગે પરિવારને જાણ થતા વર્ષ – 2023માં બંનેના લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ તેઓ પતિના ઘરે ગયા હતા. લગ્નના 25 દિવસ બાદ જ સસરાએ કહ્યું કે, તું સીએ થઇને સારા રૂપિયા કમાતી હોવા છતાં તારા માતા-પિતાએ સમુહ લગ્ન કરાવેલા, અને દહેજમાં ધાર્યા મુજબ કશું આપ્યું નથી, અને માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પત્નીને પગાર થાય પછી તરત તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. અને શમીનાબેનને રૂપિયાની જરૂરત પડે તો તેમણે તેમના પતિ પાસેથી માંગવા પડતા હતા. આ રીતે તેમણે પતિના ઓશીયાળા બનીને રહેવું પડતું હતું.

રૂપિયાની જરૂરત પડશે

આ બાબતે પતિ, સાસુ-સસરા, અને નણંદને કહેતા તેઓ ઉશ્કેરાઇને તેણીની જોડે ખરાબ વર્તન કરતા હતા. અને ત્રાસ આપતા હતા. દરમિયાન શમીનાબેને રીપોર્ટચ કઢાવતા તેઓ ગર્ભવતી હોવાની પુષ્ટિ થઇ હતી. બાદમાં તેઓ પિયરમાં આરામ કરવા માટે ગયા હતા. તેવામાં પૈસાની જરૂર પડતા પતિએ ફોન પર તેમજ રૂબરૂમાં વાત કરી જણાવ્યું કે, હું ગર્ભવતી થઇ છું. મારા માતા-પિતાની આર્થિક સ્થિતી સારી ન હોવાના કારણે મારે રૂપિયાની જરૂરત પડશે. ત્યારે તેણે ઉશ્કેરાઇને કહ્યું કે, આજે જે પણ પૈસા તારા ખાતામાં છે. તે મારા ખાતામાં ટ્રાન્સફર કર. બાદમાં તેણે અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા.

હમણાં જ તું ઘરે આવી જા

બાદમાં પતિએ એક ગંદી ચેટ મોકલી હતી. જેમાં તે કોઇ યુવતિ સાથે સંબંધ બાંધતા હતા. જે અંગેની વાત સાસુ-સસરાને કહેતા તેમણે કહ્યું કે, મારો છોકરો આવું જ કરસે. એક નહી ચાર લગ્ન કરશે. તારે રહેવું હોય તો રહે, નહીતર તારા બાપાના ઘરે જતી રહે. તેમ કહીને માનસીક ત્રાસ આપતા હતા. બાદમાં સાસુએ ફોન પર હમણાં જ તું ઘરે આવી જા તેમ કહ્યું હતું. પરંતુ પિતાની તબિયત સારી ન હોવાથી તેઓ પછી આવશે તેમ જણાવ્યું હતું. બાદમાં મે – 2024 માં સવાપે સાસરીમાં પ્રવેશતા જ પતિએ દરવાજો બંધ કરી દીધો હતો. તથા સાસુ અને નણંદે ઝઘડો શરૂ કરી દીધો હતો. અને પગારના પૈસા ટ્રાન્સફર કરાવવા માટે શમીનાબેનના હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેઓ ગભરાઇને પડી ગયા હતા. 10 મીનીટ બાદ તેઓ ભાનમાં આવ્યા હતા. અને પિયર જતા રહ્યા હતા.

ચાર વિરૂદ્ધ ફરિયાદ

શમીનાબેન ગર્ભવતી હોવાથી તેઓએ પતિ અને સાસરીયાઓ જોડે સમાધાનના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે પરિણીતાએ પતિ અલ્ફેઝ એન્જિનીયર, સાસુ-સસરા, અને નણંદ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : ઘોડાના તબેલામાં મગરના બચ્ચાએ એન્ટ્રી મારતા જ દોડધામ