Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : શહેર સાથે અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું : સાંસદ ગોવિંદ ધોળકિયા

12:22 PM Jul 08, 2024 | Vipul Sen

સુરતમાં (Surat) ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું (MP Govind Dholakia) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એર કનેક્ટિવિટી બાબતે તેમણે કહ્યું કે, સુરત સાથે વર્ષોથી અન્યાય થયો છે અને આ અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. આ સાથે ગોવિંદ ધોળકિયાએ સૌ કોઈએ સાથે મળી સુરતને ન્યાય અપાવવો જોઈએ તેવો આગ્રહ પણ કર્યો છે.

સુરતની એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી છે : ગોવિંદ ધોળકિયા

સુરતમાં એર કનેક્ટિવિટીને લઈને ભાજપના (BJP) રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સુરત શહેરમાં એર કનેક્ટિવિટી (Air Connectivity) ખૂબ જ નબળી છે. એર કનેક્ટિવિટી બાબતે સુરત (Surat) સાથે વર્ષોથી અન્યાય થયો છે. તેમણે કહ્યું કે, આ અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. આ સાથે સાંસદ ગોવિંદ ધોળકિયાએ બ્રસેલ્સની (Brussels) સરખામણી સુરત શહેર સાથે કરી છે. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલાં વિચાર આવતો હતો કે બ્રસેલ્સની 20 લાખની વસ્તી સામે 300 પ્લેન આવે છે. જ્યારે સુરતની 40 લાખ વસ્તી હતી, જેની સામે એક પણ પ્લેન ન આવે ?

‘એર પેસેન્જરની દ્રષ્ટિએ સુરત 37 માં ક્રમાંકે છે’

સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, સુરત એરપોર્ટમાં (Surat Airport) 300 ના બદલે માત્ર 30 જ ફ્લાઈટ છે. હવે, પ્લેન આવતા થયા છે, ત્યારે સુરત વસ્તીની દ્રષ્ટિએ નવમાં ક્રમે છે. જ્યારે એર પેસેન્જરની દ્રષ્ટિએ સુરત 37 માં ક્રમાંકે છે. આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. સરકાર અને એરલાઇન્સ કંપનીઓને વિનંતી છે કે સુરત તરફ ધ્યાન દોડાવે. ઇન્દોરની (Indore) વસ્તી 32 લાખની છે, જ્યાં દરરોજ 100 ફ્લાઈટ આવે છે. જ્યારે સુરતની હાલની વસ્તી 82 લાખની છે, જેની સામે 300 ફ્લાઈટ આવવી જોઈએ. આ સાથે તેમણે વિનંતી કરતા કહ્યું કે, હાલ માત્ર 30 જ ફ્લાઈટ આવે છે, જેથી સૌ સાથે મળી સુરતને ન્યાય અપાવવો જોઈએ. આ સાથે સુરત એરપોર્ટ બાબતે ગોવિંદ ધોળકિયાના નિવેદનને કોંગ્રેસ (Congress) નેતા અસલમ સાયકલવાળાનું (Aslam Cyclewala) પણ સમર્થન મળ્યું છે.

 

આ પણ વાંચો – Sabarkantha : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સો. મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ

આ પણ વાંચો – Junagadh : સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા પુંજા વંશ મેદાને, આપ્યો ખુલ્લો પડકાર!

આ પણ વાંચો – ભાજપના ચાણક્ય Amit Shah એ જણાવી પોતાની દાઢીની રસપ્રદ કહાની