+

Kunvarji Bavaliya : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડે. CM બનશે ? દિલ્હી સુધી રજૂઆત!

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) પ્રમોશન મળે તેવા અચાનક સૂર ઊઠ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના (Jasdan Vinchiya…

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) પ્રમોશન મળે તેવા અચાનક સૂર ઊઠ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના (Jasdan Vinchiya Panthak) કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી (Delhi) સુધી રજૂઆત કરાઈ છે. ત્યારે કુંવરજી બાવળિયાએ કહ્યું કે, હું ભાજપનો (BJP) કાર્યકર છું. મને ખબર નથી આવી રજૂઆત થાય છે, પણ હું કેબિનેટ મંત્રી તરીકે સંતુષ્ટ છું.

મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી CM બનાવવા માગ

ગુજરાત સરકારમાં કેબિનેટ (Cabinet of Gujarat Government) મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપી ડેપ્યુટી સીએમ (Deputy CM) બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે. સૂત્રો મુજબ, જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે કે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તો મંત્રી બાવળિયાને ડે. CM જેવું મહત્ત્વનું સ્થાન આપવામાં આવે. પાંચાળ વિકાસ બોર્ડ (Panchal Development Board) અને કોળી સમાજ અગ્રણી વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

હું ભાજપનો (BJP) કાર્યકર છું અને મને ખબર નથી… : કુંવરજી બાવળિયા

દરમિયાન, દિલ્હીમાં PM સાથે મંત્રી કુંવરજી બાવળિયાની (Kunvarji Bavaliya) મુલાકાત સૂચક ગણાય છે. જો કે, આ મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, ‘હું ભાજપનો (BJP) કાર્યકર છું અને મને ખબર નથી આવી રજૂઆત થાય છે. પણ કેબિનેટ મંત્રી તરીકે હું સંતુષ્ટ છું.’ જો કે, કુંવરજી બાવળિયાને ડે. સીએમ બનાવવાની રજૂઆત પર ભાજપ મોવડી મંડળ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે ? તે અંગે આગામી સમયમાં જાણી શકાશે.

 

આ પણ વાંચો – Amit Shah in Gujarat : આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી, જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

આ પણ વાંચો – Rahul Gandhi ગુજરાતના પ્રવાસે, રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ ઘટનાના પીડિતોને મળશે…

આ પણ વાંચો – VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના પરિજનો રાહુલ ગાંધીને મળવા જવા રવાના

Whatsapp share
facebook twitter