Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jamnagar : જામજોધપુરમાં વેપારીઓનું સજ્જડ બંધ, દાદાગીરી-લુખ્ખાગીરી સામે આક્રોશ

01:10 PM Jul 03, 2024 | Vipul Sen

જામનગર (Jamnagar) જિલ્લાના જામજોધપુરમાં (Jamjodhpur) આજે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. વિસ્તારમાં દાદાગીરી, લુખ્ખાગીરી અને વેપારીઓ પર હુમલાનાં વિરોધમાં જામજોધપુર વેપાર એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વેપારીઓએ ભેગા થઈને ગાંધી ચોકથી (Gandhi Chowk) વિશાળ રેલી યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામજોધપુરમાં આજે સજ્જડ બંધ

દાદાગીરી, લુખ્ખાગીરી અને વેપારીઓ પર હુમલાનો વિરોધ

જણાવી દઈએ કે, જામનગરના ( (Jamnagar)) જામજોધપુર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. થોડા દિવસ પહેલા એક વેપારીને દુકાનમાં ઘૂસીને કેટલાક અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ જામજોધપુર વિસ્તારમાં વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં દારૂનું દુષણ, લુખ્ખાગીરી, દાદાગીરી, રોમિયોગીરી સામે વેપારીઓ સાથે સ્થાનિકોમાં પણ ભારે ગુસ્સો છે. ત્યારે આજે વેપારીઓ દ્વારા જામજોધપુરમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

જામજોધપુરમાં આજે સજ્જડ બંધ

વિશાળ રેલી સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

માહિતી મુજબ, આજે ગાંધી ચોક ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ સાથે સ્થાનિક લોકો ભેગા થયા હતા અને વિસ્તારમાં વધી રહેલી દાદાગીરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી પર અંકુશ લાદવા અને વેપારીઓ પર હુમલો કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ત્યાર બાદ મામલતદારને આવેદન પત્ર પણ પાઠવામાં આવ્યું હતું. માહિતી મુજબ રેલીમાં 3 હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા.

 

આ પણ વાંચો – Surat : બિહારની ગેંગવોરમાં ફરાર કુખ્યાત શાર્પ શૂટર હજીરા રોડથી ઝડપાયો, હજારો રૂપિયાનું હતું ઇનામ

આ પણ વાંચો – Rath Yatra : વસ્ત્રાલમાં ‘જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી નાદ સાથે મામેરા દર્શન, શોભાયાત્રા નીકળી

આ પણ વાંચો – BJP-Congress : 5 લોકોની અટકાયત, કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ