Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nadiad: KDCC બેંકના નવનિર્મિત મકાનનું ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

09:32 PM Jun 30, 2024 | Hiren Dave

Nadiad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં, ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન જેઠાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં બી. એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ (Nadiad)ખાતે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. (KDCC) ના નવનિર્મિત મકાન, સરદાર પટેલ સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ કેડીસીસી બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ), ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (DMS) પેપરલેસ બેન્કિંગ, ટેબલેટ બેન્કિંગ, બેંકની આધુનિક વેબસાઇટ, તથા કસ્ટમર કેર સર્વિસ (CSS)ની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે વર્ચ્યુલ સંબોધન દ્વારા કેડીસીસી બેન્કની બેન્કીંગ ક્ષેત્રે ડિજીટાઈઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહએ કેડીસીસી બેંકના માધ્યમથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સંતો અને  આગેવાનો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, સોજીત્રા ધારાસભ્ય વિપુલ પટેલ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંક ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેક્ટર ભદ્રેશ શાહ, આણંદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન રજનીકાંત પટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, એનસીડીસી ચેરમેન સંજયકુમાર, મહેસાણા સહકારી બેન્ક ચેરમેન વિનોદભાઈ, ખેડા જિલ્લા રજિસ્ટ્રાર સ્તુતિ રાવલ, બી. એ. પી. એસ સંતશ્રી સર્વ મંગલ સ્વામી શ્રી, શ્રી ભગવતચરણ સ્વામી, શ્રી ગુણાનીધી સ્વામી, આણંદ, પંચમહાલ અને ખેડા જિલ્લાના ડિરેક્ટરઓ, સભાસદો, આગેવાનો ઉપસ્થિત રહ્યા

અહેવાલ -કૃષ્ણા રાઠોર -નડિયાદ 

આ પણ  વાંચો  Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ  વાંચો  – Morbi: મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો,નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

આ પણ  વાંચો  Bharuch શહેરમાં માત્ર 3 ઇંચમાં વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ