Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : ધી કોસંબા મર્કન્ટાઇલ કો. ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં હોબાળો

06:53 PM Jun 29, 2024 | PARTH PANDYA

SURAT : ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડ ખાતે થયો હોબાળો થયો હતો. આજરોજ હતી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના ચાર લોકો ની ચૂંટણી હતી ,જોકે એક ડીરેક્ટર મત આપવા આવતા થયો હતો હોબાળો. હરીફ જૂથના ડીરેક્ટરો એ હોબાળો કર્યો હતો. ડીરેક્ટર ઉપર પોલીસ ફરિયાદ છતાં પોલીસે ધરપકડ નહી કરતા હોબાળો મચાવ્યો હતો, ત્રણ કલાકની માથાકૂટ બાદ હરિફ જૂથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને વોક આઉટ કર્યું હતું

બંને જૂથ ના ૬ \૬ ડીરેક્ટર મતદાન કરવાના હતા

આજરોજ કોસંબા તર્સ્ડી વિસ્તારની જીવાદોરી સમાન ગણાતી ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડ બેંક માં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી પ્રમુખ ,ઉપપ્રમુખ તેમજ એમ ડી અને વાઈસ એમ ડી ની ચુંટણી યોજાઇ હતી ,૧૨ પેકીના ૧૧ ડીરેક્ટર સમયસર મંડળી પર હાજર થઇ ગયા હતા જોકે બાકી રહેલા એક ડિરેક્ટર આવતા હોબાળો મચી ગયો હતો ,બંને જૂથ ના ૬ \૬ ડીરેક્ટર મતદાન કરવાના હતા ,જોકે શાસક પક્ષના એક ડિરેક્ટર આવતા હરીફ જૂથના ડીરેક્ટરો એને મીટીંગ માં જતો અટકાવ્યો હતો અને બંદોબસ્ત માં આવેલી પોલીસ ને ડીરેક્ટર ને ધરપકડ કરવાની માંગ કરી હતી.

બે કલાક સુધી રોકી રાખવામાં આવ્યો

હરીફ જૂથના બેંકના ડિરેક્ટર એ આક્ષેપ કર્યો હતો કે પરેશ શાહ વિરુદ્ધ પોલીસ મથક માં એટ્રોસિટી એક્ટ તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસ ચોપડે વોન્ટેડ છે તો તેની ધરપકડ કરવામાં આવે ,અને લગભગ ૨ કલાક સુધી હોબાળો ચાલ્યો હતો ,પરેશ શાહ ને બેંક ના પગથીયા પર બે કલાક સુધી રોકી રાખવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે તેની પોલીસ ધ્વારા ધરપકડ કરવામાં આવે.

પોલીસે ધરપકડ કરી

આખરે ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડ ના ડીરેક્ટર પરેશ શાહ ની પોલીસે ધરપકડ કરી , ૨ કલાક ના હોબાળા બાદ આખરે હરીફ જૂથ ના ડિરેક્ટર એ ચૂંટણીનો બહિષ્કાર કરી વોક આઉટ કરી જતા પરેશ શાહ એ વોટીંગ કર્યું અને ત્યારબાદ પોલીસે ધરપકડ કરી.

હોબાળાને ગેરકાનૂની ગણાવ્યો

ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડ માં ૨ કલાક ચાલેલા હોબાળા નો આખરે અંત આવ્યો હતો , હરીફ જૂથ ના ૬ દીરેક્ત્રો એ આખરે ચુંટણી નો બહિષ્કાર કરી મીટીંગ માંથી વોકઆઉટ કરી ગયા હતા ત્યારબાદ ડીરેક્ટર પરેશ શાહ મીટીંગ માં આવી પોતાનો મત આપ્યો હતો અને બહાર નીકળતા જ પોલીસે પરેશ શાહ ની ધરપકડ કરી લીધી હતી ,જોકે વર્તમાન મંડળી ના પ્રમુખ ભરત ગોહિલ હરીફ જૂથના તમામ ડિરેક્ટર એ કરેલા હોબાળા ને ગેરકાનૂની ગણાવી દીધા હતા.

૨ કલાક સુધી પોલીસે રક્ષણ આપ્યું

જોકે હરીફ જૂથ ના ડિરેક્ટર એ બહિષ્કાર કરી વોક આઉટ કર્યા બાદ ગંભીર પોલીસ પર પણ આક્ષેપ કર્યો હતો ,એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુના નો આરોપી હોવા છતાં પોલીસે દબાણ વશ થઇ એની ધરપકડ કરી નહતી અને ૨ કલાક સુધી પોલીસે એને રક્ષણ આપ્યું ,આરોપી છેલ્લા ૧૫ દિવસ થી ફરાર હતો છતાં પોલીસે કેમ ડીરેક્ટર ની ધરપકડ ના કરી ,કોઈ સામાન્ય માણસ હોય તો પોલીસ તરત એક્શન લેતી હોઈ છે તો આ આરોપીને કેમ છાવરવામાં આવ્યો જેવા ગંભીર આક્ષેપ કર્યા હતા.

અહેવાલ – ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો — BHARUCH : બુટલેગરના પુત્રની ગાડીની અડફેટે એકનું મોત