Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : પલ્લવ ચાર રસ્તા પાસેના ફ્લેટમાં છત ધરાશાયી, બાળકી-મહિલાનો આબાદ બચાવ

10:22 PM Jun 27, 2024 | Vipul Sen

અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં એક મોટી ઘટના ઘટી છે. પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા એક ફ્લેટમાં ટાંકીની છત તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના (Shraddhadeep apartment) 8 નંબરના બ્લોકની છત પડી જતાં બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત અવસ્થામાં છે. આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે.

એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત અચાનક ધરાશાયી થઈ

અમદાવાદના (Ahmedabad) નારણપુરા (Naranpura) વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા (Pallava Char Road) પાસે શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટ આવેલ છે. એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત અચાનક ધરાશાયી થતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ, આ ઘટનામાં એક બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત હાલતમાં છે. 65 દુકાનો અને 100 મકાનો આ કોમ્પ્લેક્સમાં આવેલા છે. જો કે, ઘટનાના કલાકો બાદ પણ કાટમાળ સીડીઓ પર જોવા મળ્યો છે.

કલાકો બાદ પણ કાટમાળ સીડીઓ પર જોવા મળ્યો

65 ટકા માલિકો રિ-ડેવલપમેન્ટ માટે તૈયાર

માહિતી મુજબ, આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ, 65 ટકા માલિકો રિ-ડેવલપમેન્ટ (re-development) માટે હાલ તૈયાર છે, જ્યારે અન્ય લોકો તૈયાર થાય તે માટે અનેક રજૂઆતો કરાઇ છે. જે બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. આ કારણે રહીશો ભય હેઠળ દિવસો વિતાવી રહ્યા છે. સદનસીબે, છત પડી જવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

 

આ પણ વાંચો – Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

આ પણ વાંચો – Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ

આ પણ વાંચો – મોકડ્રીલ : AK 47 સાથે 4 આંતકી સુરત એરપોર્ટમાં ઘૂસ્યા, 6 ને બંધક બનાવી 200 કરોડ માગ્યા