Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રીંછે આધેડનું મોઢું ફાડી ખાધું

07:11 PM Jun 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે છોટાઉદેપુરાના ઝોઝ (Zoz – Chhota Udepur) ગામે રીંછ દ્વારા આધેડ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રીંછે આધેડનો મોઢાનો એક ભાગ ફાડી ખાધો હતો. વહેલી સવારે કુદરતી હાજતે જવા સમયે આ ઘટના બની હતી. આધેડે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને રીંછને ભગાડીને ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઇ ગયા હતા. હાલ ઇજાગ્રસ્તની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

તબિયત સ્થિર

વડોદરાની આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્યની મોટી ભેંટ મળી છે. અને અહિંયા અનેક જંગલી પ્રાણીઓ પણ રહે છે. કેટલીક વખત માનવી અને જંગલી પ્રાણીઓને સામનો થતા ઇજાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. વડોદરા પાસે છોટાઉદેપુરના ઝોઝ ગામે રીંછ દ્વારા આધેડ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં રીંછે આધેડનું મોઢું ફાડી ખાધું હોવાનું જણાઇ આવે છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું પરિજન જણાવી રહ્યા છે.

વહેલી તકે રીંછને પકડી જાઓ

પરિજન લાલુભાઇ નાઇકા જણાવે છે કે, સવારે 6 વાગ્યે સવારે કુદરતી હાજતે જવા તેઓ કોતરમાં ગયા હતા. ત્યારે રીંછે પાછળથી હુમલો કર્યો હતો. અને આ ઘટના બની. ઇજાગ્રસ્તનું નામ રસીકભાઇ નાઇકા (ઉં. 45) છે, તેઓ ઝોઝ, છોટાઉદેપુરના છે. ત્યાં રીંછ આવતા હોય છે. જંગલના હિસાબે ખતરો રહે છે. તેમણે બુમો પાડી એટલે બધા દોડ્યા હતા. અને રીંઠ નાસી છુટ્યો હતો. આજે રીંછને પકડવા ટીમો આવી હોવાનું જાણવા મળ્યું છે. રીંછે આંખ સહિતના ભાગને ફાડી ખાઇ ઇજા પહોંચી છે. સરકારને દરખાસ્ત કરવાની કે, વહેલી તકે રીંછને પકડી જાઓ. બાજુના ગામડામાં 15 દિવસ પહેલા જ રીંછના હુમલાની ઘટના સામે આવી હતી. લોકોનું કહેવું છે કે, જંગલ હોય એટલે અનેક રીંછ હોઇ શકે છે. રીંછનો ડર છે.

આ પણ વાંચો — VADODARA : ચેપી રોગોનું દવાખાનું હાઉસફુલ થવાની તૈયારીમાં