Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ચેપી રોગોનું દવાખાનું હાઉસફુલ થવાની તૈયારીમાં

06:37 PM Jun 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ચેપી રોગોનું દવાખાનું હાઉસફુલ થવાની તૈયારીમાં હોવાની સ્થિતા સામે આવી રહી છે. 50 બેડની હોસ્પિટલમાં માત્ર 10 બેડ જ હાલ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલના તબિબના જણાવ્યા અનુસાર, હાલ ચોમાસાની રૂતુને પગલે પાણીજન્ય રોગોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રોજ 100 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે. આ સ્થિતીમાં તંત્રની સાથે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

બેડની સંખ્યા વધારવી પડી શકે છે

વડોદરામાં વરસાદની સાથે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. મેલેરીયા, ટાઇફોઇડ સહિતના રોગોમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ વડોદરાના કારેલીબાગમાં આવેલી ચેપી રોગોનું દવાખાનું હાઉસફુલ થવાની તૈયારીમાં હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. હોસ્પિટલની 50 બેડની કેપેસીટી સામે હાલ માત્ર 10 બેડ જ ખાલી છે. જો સ્થિતીમાં કોઇ સુધારો નહી આવ્યો તો બેડની સંખ્યા વધારવાની દિશામાં તંત્રએ તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવી પડે તો નવાઇ નહી.

10 જેટલા બેડ જ ખાલી

કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલના ડો.પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય ત્યારે પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો થતો હોય છે. હાલમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડ ઉલ્ટીના કેસો જોવા મળી રહ્યા છે. કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં કુલ 50 ની કેપીસીટી સામે હાલમાં 40 બેડ ભરાયેલા છે. તથા 10 જેટલા બેડ જ ખાલી છે. અને ઓપીડીમાં 100 જેટલા દર્દીઓ રીપોર્ટ થાય છે.

બહારના ખાદ્યપદાર્થો ટાળો

વધુમાં તેમણે જણાવ્યું કે, ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયામાં પાણી ભરાય તો તેનો નિકાલ કરવો જોઇએ. પાણીની લાઇનમાં કોઇ લિકેજ જણાય તો તેને રીપેરીંગ કરાવવું જોઇએ. બહારનો જે ખાદ્ય પદાર્થ પાણીપુરી બધું જે વેચાતું હોય છે તે ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો — VADODARA : SSG હોસ્પિટલમાં સેફ્ટી વગર રંગરોગાન ચાલુ