Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch Municipality: અધિકારીઓ સરકારી વસાહતમાં પાણી-વીજ કનેક્શન કાપવા જતા સ્થાનિકોએ કર્યા પીછેહઠ

10:12 PM Jun 25, 2024 | Aviraj Bagda

Bharuch Municipality: Bharuch માં દર ચોમાસાની સીઝનમાં જર્જરિત Building ને નોટિસ આપવાનું નાટક ચાલતું હોય છે. હાલમાં નર્મદા એપાર્ટમેન્ટના 500 મકાનો જર્જરિત થઈ ગયા છે. Municipality તથા Gujarat Housing Board એ વારંવાર નોટિસ આપ્યા બાદ મકાનો ખાલી ન કરતા આખરે વિવિધ વિભાગના અધિકારીઓ જર્જરિત Building ને પાણી અને વીજ કનેક્શન કાપવા જતા સ્થાનિકો અધિકારીઓને ઘેરી વળ્યાં હતાં.

  • કોઈનો જીવ જાય તો માનવવાદ કોની ઉપર દાખલ થશે

  • પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત Building ખાલી કરાવશે

  • અધિકારીઓને ઘેરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાની શંકા

Bharuch ના કોર્ટ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટ ના 25 બ્લોકમાં 500 મકાનો જર્જરિત બની ગયા છે. તેવામાં ગત ચોમાસામાં નર્મદા એપાર્ટમેન્ટ નો એક બ્લોક ધસી પડતા ઘરોમાં રહેતા લોકો દબાયા હતા. જેમાં એકનું મોત પણ થયું હતું. ત્યાર બાદ Municipality એ નર્મદા એપાર્ટમેન્ટની જર્જરિત Building ખાલી કરાવી આપવા માટે નોટિસો આપવામાં આવી હતી.

કોઈનો જીવ જાય તો માનવવાદ કોની ઉપર દાખલ થશે

નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકમાં પાણી અને વીજ જોડાણ કાપવા જતા સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી અધિકારીઓનો ધેરાવો ધાલ્યો હતો અને અધિકારીઓએ વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી. જોકે લોકોના ટોળા સ્થાનિક નેતાઓના પાપે થયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. પરંતુ જો કોઈ જર્જરિત બ્લોક ધસી પડશે અને કોઈનો જીવ જાય તો માનવવાદ કોની ઉપર દાખલ થશે તે પ્રશ્ન પેચીદો બની ગયો છે.

પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત Building ખાલી કરાવશે

Gujarat Housing Board એ ફાળવેલા મકાનો જર્જરિત થાય તો મકાનના રહીશને વૈકલ્પિક વ્યવસ્થા કે માસિક ભાડા ચુકવવાની જોગવાઈ હાઉસિંગ બોર્ડના નિયમોમાં નથી જેના કારણે Building ઉતારી લેવા માટે Gujarat Housing Board એ Bharuch Municipality ના માથે ટોપલો નાખ્યો છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત Building ખાલી કરાવશે કે પછી કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોવાશે, તેવો પણ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

અધિકારીઓને ઘેરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાની શંકા

નર્મદા એપાર્ટમેન્ટોની આજુબાજુ મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા છે. જેમાં કેબિનો અને મકાનોની ખોલીઓ ઉભી કરી ભાડેથી ચઢાવવામાં આવ્યા છે. પરંતુ આ ભાડા કોના ખિસ્સામાં જાય છે, તે પ્રશ્ન પણ ઉભો થયો છે. માસિક આવક બચાવવા માટે સ્થાનિક નેતાઓએ લોકોને ઉશ્કેરવા અને અધિકારીઓને ઘેરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેબિનો અને મકાનની ખોલીઓમાં વીજ કનેક્શન કેવી રીતે? આવ્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

અહેવાલ દિનેશ મકવાણા

આ પણ વાંચો: Bharuch Police: મહિલા પોલીસ પાસે દહેજના નામે લાખો રૂપિયા પડાવી મારી નાખવાની આપી ધમકી