Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tourists Stuck in Sikkim : તમામ પ્રવાસીઓનું સફળ રેસક્યૂ, ગુજરાત પરત આવતા પરિવારમાં ખુશી

11:34 PM Jun 20, 2024 | Vipul Sen

સિક્કીમ (Sikkim) રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદનાં પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકનાં લાચુંગ ગામ ખાતે દેશભરનાં અનેક પ્રવાસીઓ ફસાયાં (Tourists Stuck in Sikkim) હોવાનાં સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતનાં પ્રવાસીઓની (Gujarati tourists) સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center), ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયનાં વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી આશરે 30 થી વધુ ગુજરાતી પ્રવાસીઓને સલામત રીતે રજ્ય પરત લાવવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી અંદાજે 30 થી વધુ પ્રવાસીઓ ફસાયાં હતા

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટતા (SIKKIM CLOUD BURST) ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ભારે વરસાદનાં પરિણામે ભૂસ્ખલનની (Landslides) ઘટના બની હતી. દરમિયાન, ત્યાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ ફસાયાં હતા. ગુજરાતમાંથી અંદાજે 30 થી વધુ પ્રવાસીઓ ફસાયાં હતા. સંપર્ક તૂટી જતાં પ્રવાસીઓનાં પરિવારજનોમાં પણ ભારે ચિંતા સેવાઈ હતી. ગુજરાતનાં પ્રવાસીઓને સહી સલામત રાજ્યમાં પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર (Gandhinagar) દ્વારા સિક્કીમ રાજયનાં વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું.

લાચુંગ ગામમાં અલગ-અલગ હોટેલમાં રોકાયાં હતાં

સિક્કીમનાં વહીવટી તંત્ર (Sikkim state administration) તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગુજરાતનાં આશરે 30 થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટેલમાં રોકાયેલા હોવાથી, ત્યાં ફસાયેલા (Tourists Stuck in Sikkim) હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કીમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યૂ કરીને, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. ઉપરાંત, ગુજરાતનાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

 

આ પણ વાંચો – VADODARA : સિક્કિમમાં ફસાયેલો પરિવાર ટુંક સમયમાં પરત ફરશે

આ પણ વાંચો – Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

આ પણ વાંચો – Rath Yatra : ભક્તોની સુવિધા-સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ, આ વર્ષે તમામ રેકોર્ડ તૂટશે : ગૃહ રાજ્યમંત્રી