Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : સંભારમાંથી ઉંદર નીકળવાની ઘટના બાદ ‘દેવી ઢોસા’ સામે મોટી કાર્યવાહી

06:13 PM Jun 20, 2024 | Vipul Sen

અમદાવાદનાં (Ahmedabad) નિકોલ વિસ્તારમાં એક પરિવારને રેસ્ટોરન્ટમાં જમવાનું ભારે પડ્યું હતું. નિકોલમાં આવેલા દેવી ઢોસામાં પરિવારનાં સભ્યોને કડવો અનુભવ થયો હતો. દેવી ઢોસામાં (DEVI DOSA) સંભારમાંથી ઉંદર નીકળવાની ઘટના બની હતી. આ મામલો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને દેવી ઢોસા ને સીલ મારી નોટિસ પાઠવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નિકોલમાં રહેતા અવિનાશ પટેલ બુધવારે સાંજે પરિવાર સાથે નિકોલમાં આવેલા દેવી ઢોસામાં (devi dosa) જમવા ગયા હતા, જ્યાં સંભારમાં ઉંદર નીકળવાની ઘટના બની હતી. ઉંદર જોતા જ અવિનાશ તેમ જ તેમના પત્ની ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બનાવ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને દેવી ઢોસાને સીલ મારી નોટિસ પાઠવવામાં આવી છે.

ખુલ્લામાં રસોડાંમાં પણ સાફ સફાઈનો અભાવ

ખુલ્લામાં રાખેલ રસોડામાં સાફ સફાઈનો અભાવ

સાંભરમાં ઉંદરનો વીડિયો સામે આવતા દેવી ઢોસામાં આરોગ્ય વિભાગની (health department) ટીમ ત્રાટકી હતી. ત્યારે રસોડાંમાં પણ સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. રસોડું ખુલ્લામાં હતું અને ખુલ્લામાં જ રસોઈ બની રહી હતી, જેથી ભોજનમાં જીવ-જંતુઓ આવે તેવી શક્યતા મોટા પ્રમાણમાં હતી. તેમ જ પેસ્ટ કંટ્રોલ કરાવેલું સર્ટિફિકેટ પણ આ રેસ્ટોરન્ટ પાસેથી આરોગ્ય વિભાગને મળ્યું નહીં માટે આરોગ્ય વિભાગ દ્વારા આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. સાથે જ જ્યાં સુધી રસોડું બંધમાં શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી નથી.

‘દેવી ઢોસા’ સામે મોટી કાર્યવાહી

અગાઉ અનેકવાર આ પ્રકારની ઘટનાઓ બની છે

અમદાવાદઓ (Ahmedabad) માટે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ પણ દાસ ખમણની (Das Khaman) ચટણીમાંથી જીવાત નીકળવાની ઘટના હોય કે પછી આઈસ્ક્રીમમાં છે જીવાત નીકળવાની, અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે ક્યાં સુધી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા લોકોનાં આરોગ્ય સાથે ચેંડા કરવામાં આવશે. આવા લોકો સામે આરોગ્ય વિભાગ ક્ચારે દાખલો બેસે એવી કાર્યવાહી કરશે ? જેથી આવનાર સમયમાં કોઈ આ પ્રકારની ઘટનાઓ ન બને.

અહેવાલ – રીમા દોશી

આ પણ વાંચો – Ahmedabad: લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું કે પૈસા? નિકોલમાં આવેલ દેવી ઢોસાના સંભારમાં નીકળ્યો ઉંદર

આ પણ વાંચો – Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

આ પણ વાંચો – VADODARA : પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચી મોટી આવક મેળવતા ખેડૂત