Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Panchmahal : તળાવમાં ન્હાવા ગયેલા બે યુવક ડૂબ્યાં, શનિયાળામાં કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી ભત્રીજાની હત્યા કરી

09:56 PM Jun 18, 2024 | Vipul Sen

પંચમહાલ (Panchmahal) જિલ્લાનાં શહેરા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાજીવાવ ગામના બે યુવાનો તળાવમાં ન્હાવા પડ્યા હતા તે દરમિયાન ડુબી જતાં બંને યુવાનોનું મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં ઇમરજન્સી સર્વિસ 108 અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સાજીવાવ ગામમાં (Sajivav village) ભારે શોકની લાગણી વ્યાપી છે.

તળાવમાં ડૂબી જતાં બે યુવકનાં મોત

તળાવમાં ન્હાવા ગયા અને ડૂબ્યાં

પંચમહાલ જિલ્લાનાં શહેરા (Shehra) તાલુકાનાં સાજીવાવ ગામમાં રહેતા મુકેશભાઈ તેમના મિત્ર સાથે તળાવમાં ન્હાવા ગયા હતા. દરમિાયન, બંને જણાં તળાવમાં ડૂબ્યા હતા. આ ઘટણાની જાણ થતા ઇમરજન્સી સર્વિસ 108 અને સ્થાનિક પોલીસેને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. હાજર તબીબે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બે આશાસ્પદ યુવકોનાં મોત થતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ હતી.

આરોપી પૂર્વ પ્રેમી અને કાકી

પૂર્વ પ્રેમી સાથે મળી કાકીએ જ ભત્રીજાની હત્યા કરી

અન્ય એક ઘટનામાં પંચમહાલનાં (Panchmahal) ઘોઘંબા તાલુકાના શનિયાળામાં કુવામાંથી એક લાશ મળી આવી હતી, જેનો ભેદ હવે ઉકેલાયો છે. આત્મહત્યા લાગતી ઘટનામાં નાટકીય વળાંક આવ્યો છે. કાકીએ જ પૂર્વ પ્રેમી સાથે મળી ભત્રીજાની હત્યા કરી હતી. માહિતી મુજબ, કાકી અને ભત્રીજો છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધમાં હતા. પરંતુ, પૂર્વ પ્રેમી સાથે ફરી કાકીનાં સંબંધ થતાં પૂર્વ પ્રેમી સાથે કાવતરું રચીને કાકીએ જ સગાં ભત્રીજાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ યુવકનાં મૃતદેહને આત્મહત્યામાં ખપાવવા માટે કુવામાં નાખી દીધી હતી. હત્યારા પૂર્વ પ્રેમી અને કાકીની દામાંવાવ પોલીસે (Damanwav police) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

આ પણ વાંચો – Porbandar Demolition: દરિયા નજીક 240 વિઘામાં ફેલાયેલા આલીશાન ફાર્મ હાઉસ તોડી પડાયા

આ પણ વાંચો – Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર