Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MUS Bank Recruitment: ગુજરાતના યુવાનો માટે બેંકે જાહેર કરી ભરતી, કુલ 50 પોસ્ટ

07:08 PM Jun 18, 2024 | Aviraj Bagda

MUS Bank Recruitment: ગુજરાતના યુવાનો માટે મહેસાણાની બેંક દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તો મહેસાણા અર્બન કોઑપરેટિવ બેંક લિમિટેડે Clerical Trainee ને લઈ બેંક કુલ 50 પોસ્ટ પર ભર્તી જાહેર કરી છે. તો આ ભરતી માટે ઈચ્છુક વ્યક્તિઓ 31 જુલાઈ 2024 સુધી મહેસાણા અર્બન કોઑપરેટિવ બેંક લિમિટેડ (MUS Bank) ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે.

  • mucbank.com માં ઓનલાઈન અરજી કરી શકાશે

  • M.Com અથવા MSc અથવા MBA ડિગ્રી હોવી જરૂરી

  • અરજી માટે અંતિમ તારીખ 31 જુલાઈ

MUS Bank ની જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઈચ્છુક વ્યક્તિઓ સત્તાવાર વેબસાઈટ mucbank.com માં આપેલા તક વિકલ્પમાં જઈને નિર્ધારીત પોસ્ટ માટે માગવામાં આવેલી વિગતોને જણાવીને એપ્લીકેશન સબમિટ કરી શકે છે. ત્યાર બાદ ઉમેદવારે ઓનલાઈન સબમિટ કરેલી એપ્લીકેશનની પ્રિન્ટ નીકાળીને તેની સાથી જરુરી ડોક્યુમેન્ટ એક કવર તૈયાર કરવામાં આવે છે.

M.Com અથવા MSc અથવા MBA ડિગ્રી હોવી જરૂરી

તે ઉપરાંત આ કવરમાં 100 રુપિયાનો ડિમાન્ડ ડ્રાફ પણ મૂકવામાં આવે છે. તો MUS Bank ના સત્તાવાર રહેઠાણ પર આ કવર પહોંચાડી આપવામાં આવે છે. તો આ પ્રકિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ જાહેર કરવામાં આવી છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં Clerical Trainee ની ભરતી માટે માત્ર એવા ઉમેદવારો જ અરજી કરી શકે છે જેમણે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી M.Com અથવા MSc અથવા MBA ડિગ્રી મેળવી છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચો: Maharaja : હાઇકોર્ટમાં સુનાવણી, વકીલે કહ્યું- અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા..!