Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ધ્રૂસકેને ધ્રૂસકે રડતાં બાળકના સ્મિતનું કારણ બની પોલીસ

09:28 AM Jun 17, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં માતા-પિતાથી વિખુટુ પડેલું બાળક રીક્ષા ચાલકને ધ્રૂસકેને ધ્રૂસકે રડતી હાલતમાં મળી આવ્યું હતું. સમયસુચકતા વાપરીને રીક્ષા ચાલક બાળકને લઇને સીધો પાણીગેટ પોલીસ મથક (PANI GATE POLICE STATION) પહોંચ્યો હતો. અને ત્યાર બાદથી બાળકના માતા-પિતાને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસની વિવિધ ટીમોની ત્વરિતતાના કારણે ટુંકા ગાળામાં જ માતા-પિતાથી વિખુટા પડેલા બાળકનું સુખદ મિલન થયું હતું. પોતાના માતા-પિતાને જોઇને બાળક હસીને તેમને વળગી પડ્યું હતું. આમ, ધ્રૂસકેને ધ્રૂસકે રડતાં મળી આવેલા બાળકના સ્મિતનું કારણ પોલીસ બની હતી.

નામ-સરનામું જણાવતું ન્હતું

વડોદરાના પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં ગત બપોરે દોઢ વાગ્યાની આસપાસ રીક્ષા ચાલક ઇસ્માઇલ ભાઇ સોમા તળાવ ચાર રસ્તા રીક્ષા સ્ટેન્ડ પર પોતાની રીક્ષા લઇને ઉભા હતા. દરમિયાન આશરે 4 વર્ષનું બાળક તેમને ધ્રુસકેને ધ્રુસકે રડતી હાલતમાં મળી આવ્યું હતું. તેમણે બાળક પાસે જઇ પટાવીને તેનું સરમાનું પુછવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળક રડ્યા જ કરતું હતું. અને પોતાનું નામ અથવાતો સરનામું જણાવતું ન્હતું. જેથી તેઓ તાત્કાલીક બાળકને લઇને પાણીગેટ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.

બાળક હસીને વળગી પડ્યું

પોલીસ સ્ટેશનમાં બાળકને સાંત્વના આપીને પુછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન્હતો. દરમિયાન જાણવા મળ્યું કે, તે ઘરેથી નિકળી ગયું હતું. મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને પાણીગેટ પોલીસની શી ટીમ, ઇન્વે ટીમ, અને લો એન્ડ ઓર્ડરની ટીમો બનાવી હ્યુમન રીસોર્સના આધારે બાળકના માતા-પિતાને શોધવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. બાળક સોમા તળાવ પાસેથી મળી આવતા શી ટીમને સાથે રાખીને તે વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ટુંકાગાળામાં બાળકના માતા-પિતાને શોધવામાં સફળતા મળી હતી. પોતાના માતા-પિતાને જોઇને બાળક હસીને તેમને વળગી પડ્યું હતું. આમ, ધ્રૂસકેને ધ્રૂસકે રડતાં મળી આવેલા બાળકના સ્મિતનું કારણ પોલીસ બની હતી.

આ પણ વાંચો — VADODARA : ખોટા નામ ધારણ કરી બદઇરાદા પાર પાડતું જોડું ઝબ્બે