Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : પંથકમાં દોઢ થી અઢી ઈંચ વરસાદ ખાબક્યો

08:21 AM Jun 17, 2024 | PARTH PANDYA

GONDAL : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી ને પગલે ગોંડલ (GONDAL RAIN) પંથકમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરી ને મેઘરાજા એ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે. ત્યારે ગોંડલ શહેરમાં બપોરબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પરંતુ ગોંડલ વાસીઓ પણ આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ માત્ર વરસાદી ઝાપટા પડતા શહેરીજનો ને નિરાશા મળી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોરબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ પંથકમાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાય જવા પામ્યા હતા. પંથકમાં વાસાવડ, રાવણા, પાટખીલોરી, દેરડી (કુંભાજી) સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં દોઢ થી અઢી ઈંચ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અસહ્ય ગરમી માંથી લોકોએ રાહત અનુભવી હતી.

વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

ગોંડલ પંથકમાં બપોરબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દેરડી (કુંભાજી) ના સીમ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થવા પામ્યા હતા. ગોંડલ પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા જગત નો તાત ખુશખુશાલ સાથે આનંદની લાગણી જોવા મળી હતી.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો — GONDAL : શ્રી અક્ષર મંદિરે ઠાકોરજીને કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ

આ પણ વાંચો — GONDAL : આશાપુરા ડેમમાં તણાતો યુવક બચાવાયો, મોકડ્રીલ સફળ