Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : સેટરડે નાઈટ મનાવવા હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી, રેસિડેન્ટ તબીબને મળી આ સજા!

03:41 PM Jun 12, 2024 | Vipul Sen

સુરતની (Surat) સ્મીમેર હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબ દ્વારા થાઈ ગર્લ (THAI GIRL VIVAD) બોલાવવા મામલે મોટા સમાચાર આવ્યા છે. રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજીને (RITVIK DARJI) અંતે સસ્પેન્ડ કરાયો છે. તપાસ સમિતિએ અહેવાલ રિપોર્ટ સુપરત કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રેસિડેન્ટ તબીબ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રેગિંગ (ragging) અને રેસીડેન્ટ ડોક્ટરને માર મારવા મામલે તબીબ ઋત્વિક દરજીને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો.

તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ

સુરતની સ્મીમેર હોસ્પિટલને (SMIMER HOSPITAL & MEDICAL COLLEGE) શર્મસાર કરતી ઘટના બની હતી, જેમાં ઓર્થોપેડિક વિભાગના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજીએ (RITVIK DARJI) સેટરડે નાઈટ મનાવવા માટે થાઈ ગર્લ (THAI GIRL VIVAD) બોલાવી હતી. જો કે, થાઈ ગર્લ સાથે કોઈ બાબતે બબાલ થતાં તબીબે થાઈ ગર્લને લાંફો ઝીંક્યો હતો. આથી અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી બહાર દોડી આવી હતી. આ મામલો પ્રકાશમાં આવતા રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરાઈ હતી. સ્મીમેર મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેન્દ્ર જોશીના (Rajendra Joshi) જણાવ્યા મુજબ, રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી અને થાઈ ગર્લ મામલે તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

ડો. ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરાયો

તેમણે કહ્યું કે, તપાસ સમિતિનો અહેવાલ રિપોર્ટ ડે. કમિશનરને સોંપાયો હતો. રિપોર્ટમાં રેસિડેન્ટ તબીબ વિરુદ્ધના પુરાવા અને હકીકતો સામે આવતા અંતે તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જે હેઠળ ડો. ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે ડો. ઋત્વિક દરજી સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાશે. જો કે, ડોક્ટરને કેટલા દિવસ માટે સસ્પેન્ડ કરવો તે બાબતે આગામી દિવસમાં નક્કી કરાશે. રાજેન્દ્ર જોશીએ (Rajendra Joshi) કહ્યું કે, આ ખૂબ જ ગંભીર ઘટના હતી. જણાવી દઈએ કે, અગાઉ પણ રેસીડેન્ટ ડોક્ટરને માર મારવા મામલે ડો.ઋત્વિક દરજીને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો.

 

આ પણ વાંચો – Surat : ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ, પછી આખી રાત હોસ્ટેલમાં…

આ પણ વાંચો – Corruption in Gujarat : 5 કિસ્સામાં 2 હજાર કરોડથી વધુનાં ભ્રષ્ટાચારમાં કલેક્ટર, ક્લાસ વન સહિતના અધિકારીઓ સામે તવાઈ

આ પણ વાંચો – Surat : સ્કૂલવર્ધી વાહનોની જવાબદારી વાલીઓની…!