Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Gamzone Tragedy : અધિકારી પાસે અનેક લોકર! પેટ્રોલ-ડીઝલનાં જથ્થાને બદલે ગેમઝોનમાં હતો આ પદાર્થ

10:00 AM Jun 08, 2024 | Vipul Sen

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી મુજબ, પૂછપરછમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાના (B.J. Theba) અનેક રાઝ ખુલ્યા છે. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક લોકર રાખ્યા હોવાનું સામે આવતા ACB ની તપાસમાં મળેલા 17 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે એવી માહિતી છે. ઉપરાંત, ગેમઝોનમાં ભીષણ આગ વખતે પેટ્રોલ-ડીઝલને બદલે રેઝીન પદાર્થ હોવાનું સામે આવ્યું છે.

બી.જે. ઠેબાની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યાં

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) રાજકોટ પોલીસ, SIT, ACB સહિતની વિવિધ ટીમ તપાસ કરી રહી છે, જેમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ACB ની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. માહિતી મુજબ, સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, બી.જે. ઠેબાએ સગા-સબંધીઓના નામે 10 થી વધુ પ્લોટની ખરીદી કરી હતી. બી.જે. ઠેબાએ (B.J. Theba) અનેક બેંક લોકર પણ રાખ્યા હોવાનું સામે આવતા ACB ની તપાસમાં મળી આવેલા 17 બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે, બી.જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યા પછી તપાસમાં અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે.

ઘટના સામે ગેમઝોનમાં પેટ્રોલને બદલે રેઝીન પદાર્થ હોવાનો ખુલાસો

બીજી તરફ SIT ની તપાસમાં પણ અનેક વિગતો સામે આવી છે. તપાસ પ્રમાણે, ગેમઝોનમાં ભીષણ આગ વખતે પેટ્રોલ ડીઝલનો (Petrol Diesel,) જથ્થો ન હતો. પુરવઠા તંત્રની તપાસમાં પેટ્રોલને બદલે રેઝીન પદાર્થ હોવાનું ખૂલ્યું છે. 1500 લીટર રેઝીન હોવાનું SIT ની તપાસમાં તંત્રે જણાવ્યું છે. રેઝીન એટલે એક પ્રકારનો ચીકણો પદાર્થ જે ચિપકાવવા માટે વપરાય છે. જો કે હવે પેટ્રોલ-ડીઝલના જથ્થો હોવાની વાતનો છેદ ઊડી ગયો હોય તેવું બન્યું છે. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

 

આ પણ વાંચો – Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

આ પણ વાંચો – Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

આ પણ વાંચો – Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી