Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

12:09 PM Jun 05, 2024 | Vipul Sen

દેશમાં ગઈકાલે જાહેર થયેલ લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પરિણામોએ સૌ કોઈને ચૌંકાવ્યા છે. ચૂંટણી પરિણામ બાદ શેર માર્કેટમાં (India share market) 6 હજારથી વધુ પોઈન્ટનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. જો કે, આજે થોડી રિકવરી જોવા મળી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોથી સટ્ટાબજારમાં બુકીઓ માલામાલ થયા છે અને પંટરો બેહાલ થયા છે.

પરિણામ બાદ સટ્ટો લગાવનારાઓએ કરોડો ગુમાવ્યાં

ગઈકાલે જાહેર થયેલ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પરિણામમાં મોદી સરકારને ફટકો પડ્યો હતો અને બેઠકોમાં ઘટાડો થયો હતો, જેના કારણે શેરબજારમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. પરંતુ, બીજી તરફ મોદી સરકારની (Modi Government) જીતની સીટો પર મોટો સટ્ટો લાગ્યો હોવાથી સટ્ટાબજારમાં બુકીઓ માલામાલ થયા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગુજરાતની 26 બેઠકોમાં ભાજપની (BJP) જીતનો સટ્ટો લાગ્યો હતો. ગુજરાતમાં BJP એ 25 બેઠકો જીતી છે. જ્યારે દેશભરમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થયો છે, જેના કારણે બીજેપીની જીત પર સટ્ટો લગાવનારાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.

મતગણતરી પૂર્વે અબજો રૂપિયાનો સટ્ટા લાગ્યો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મતગણતરી પૂર્વેના 3 દિવસમાં અબજો રૂપિયાનો સટ્ટા લાગ્યો હતો. ભાજપને 250 થી 319 બેઠકો મળશે તેના પર કરોડોનો સટ્ટો રમાયો હતો. જો કે, દેશભરમાં ભાજપને (BJP) 246 બેઠકો મળતા બુકીઓની ચાંદી થઈ છે. જ્યારે પંટરો બેહાલ થયા છે. માહિતી મુજબ, ભાજપ ‘300 પાર’ પર સટ્ટો લગાવી 97% ગ્રાહકોએ રકમ ગુમાવી છે. સટ્ટાબજારમાં પંટરોએ અંદાજિત 2 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

 

આ પણ વાંચો – Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

આ પણ વાંચો – JANADESH 2024 LIVE : આજની પોલિટીકલ હલચલની સતત વાંચો અપડેટ્સ

આ પણ વાંચો – AHMEDABAD : પાક. થી હુમલો કરવાનું કાવતરું! આ રીતે અમદાવાદમાં હથિયાર મોકલાયા