Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: પરણીતાને મોડલિંગ કરવું ભારે પડ્યુ

12:06 AM Jun 01, 2024 | Hiren Dave

Ahmedabad: અમદાવાદની પરણીતાંને મોડલિંગ કરવાનું સપનું રોળાયુ આરોપીએ યુવતી પાસેથી પૈસા પડાવવા તેને એસ્કોર્ટ ગર્લ બનાવી. સરખેજ પોલીસે યુવતીની ફરિયાદ લઈને ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરીછે પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કિશોર બિજયકુમાર મોહંતી છે . જેને સોસીયલ મીડિયાથી એક પરિણીત યુવતીને મોડલ બનાવવાની લાલચ આપીને પૈસા પડાવવા બ્લેકમેઇલ કરી..યુવતીએ આરોપીના માનસિક ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ઓરિસ્સાથી ધરપકડ કરી

 

શું છે  સમગ્ર  ઘટના

ઘટનાની વાત કરીએ તો માર્ચ 2023માં સરખેજ પોલીસ સ્ટેશનમાં એક પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.. સરખેજમાં રહેતી આ યુવતીને આરોપી કિશોર મોહંતીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને સંપર્ક ર્ક્યો હતો.. ત્યાર બાદ મોડેલિંગમાં કામ અપાવવાનું કહીને મિત્રતા કેળવી હતી. મોડલ બનવાનું સપના જોતી આ યુવતી આરોપીની વાતોમાં ફસાતી ગઈ.. અને આરોપીએ પરિણીતાને વિડિયો કોલ કરીને બીભત્સ માગણીઓ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. અને બ્લેકમેઈલ કરીને પૈસાની માંગણી કરી હતી.. જેથી કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.. સરખેજ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ઓરિસ્સાથી ધરપકડ કરી..

પોલીસ તપાસમા આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી

આરપીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.. પંરતુ આઈટીનો જાણકાર છે.. આરોપી કિશોરએ સરખેજ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીને જાન્યુઆરી માસમાં રીષભ નામથી સોસીયલ મિડીયા દ્રારા સંપર્ક કર્યો હતો. આરોપી મુંબઈમાં રહીને મોડેલિંગનું કામકાજ કરે છે તેમ કહીને યુવતીની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં આરોપીએ યુવતીને મુંબઈમાં મોડેલિંગમાં, સ્ટોરી એડિટર અને સ્ટોરી ટેલિંગ ઈન એફએમમાં કામ આપવાની લાલચ આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. અને અવાર નવાર વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ કરીને અશ્લીલ માગંણી કરવાનુ શરૂ કર્યુ હતુ.. યુવતીએ મોડલીંગની લાલચમા આરોપીની માગંણી પુરી કરી હતી. પરંતુ અંતે કંટાળીને યુવતીએ માગણીઓ સ્વીકારવાનું બંધ કરી દેતા આરોપીએ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ પતિ સહિત સંબંધીઓને વોટ્સએપ પર મોકલી દીધુ હતુ.. એટલુ જ નહિ આરોપીએ યુવતીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અશ્લીલ લખાણ લખીને એસ્કોર્ટ ગર્લ બતાવી હતી. સરખેજ પોલીસે આ ગંભીર ઘટનાને લઈને જુદી જુદી ટીમો મુંબઈ અને ઓરિસ્સા તપાસ કરી હતી.અંતે આરોપીને ઓરિસ્સાથી ઝડપી લીધો હતો.

 

 કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.. આ આરોપીએ મુંબઈ અને ઓરિસ્સામા આ પ્રકારે અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવ્યા હોવાની શંકાને લઈને પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.

અહેવાલ-  ઉમંગ રાવલ-અમદાવાદ

આ પણ  વાંચો  – Ahmedabad : સામાજીક સંસ્થાઓ વૃક્ષોની નનામી બનાવી આપી શ્રદ્ધાજંલી

આ પણ  વાંચો  – ‘World No Tobacco Day’ નિમિત્તે GCS હોસ્પિટલમાં ગુજરાત SRP જવાનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો

આ પણ  વાંચો  – Ahmedabad : તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકો પાસે નાણા પડાવતી ગેંગની ધરપકડ