Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : બે એજન્સીએ 600 વૃક્ષની હત્યા કરી! AMC એ ફટકાર્યો આટલા લાખનો દંડ

10:55 PM May 30, 2024 | Hiren Dave

Ahmedabad:અમદાવાદ (Ahmedabad)મહાનગરપાલિકા દ્વારા ચિત્રા બી અને ઝવેરી પબ્લિસિટી નામની બેજન્સીને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બંને એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં 600 જેટલા નાના મોટા વૃક્ષ કટ કરવામાં આવ્યા એજન્સીના હોલ્ડિંગ બોર્ડ યોગ્ય રીતે દેખાય તે માટે કટ કર્યાની વાત મનપાને માલુમ પડતા દંડ ફટકાર્યો

 

હોલ્ડિંગ એજન્સીઓ 600  વૃક્ષ કાપ્યા

અમદાવાદ (Ahmedabad)મહાનગરપાલિકા દર વર્ષે 10 લાખ થી 20 લાખ વૃક્ષો વાવવાના ટાર્ગેટ સાથે ચાલે છે જેમાંથી માત્ર 10% છોડ જ વૃક્ષમાં પરિણામે છે ત્યારે બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની હોલ્ડિંગ એજન્સીઓ દ્વારા 600 થી વધુ નાના-મોટા ઝાડ કાપવામાં આવ્યા શહેરમાં ઝવેરી પબ્લિસિટી અને ચીત્રા બી પબ્લિસિટી દ્વારા આ પ્રકારે ના વૃક્ષો નું ટ્રીમિગ કરવાનું કહી પાંચ છ ફુટ જેટલા જ વૃક્ષો રહેવા દીધા છે આ સમગ્ર મામલો ગાર્ડન વિભાગને ધ્યાને આવતા એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી જે મામલે એસ્ટેટ વિભાગ એ બંને એજન્સી ને 50 50 લાખનો દંડ ફટકાર્યો છે ઝવેરી એન્ડ કંપની દ્વારા સરખેજ અને ચાંદખેડામાં 512 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે સાથે જ આ સમગ્ર મામલે અમદાવાદ મનપાયે દંડ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે

તો બીજી તરફ ચિત્રા બી પબ્લિસિટી દ્વારા 24 જેટલા મોટા વૃક્ષોનું ટ્રિમિગ આવ્યું છે જે મામલે તેમને 50 લાખ નો દંડ તેમજ ઝાડના ઉછેર કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે અહીં સવાલ એ છે કે એક તરફ દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા 20 લાખ જેટલા વૃક્ષો વાવવાના ટાર્ગેટ સાથે ચાલે છે પરંતુ બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ બને તે યોગ્ય નથી એસ્ટેટ વિભાગ નો માનવું છે કે બંને કંપનીના હોલ્ડિંગ્સ દેખાય નહીં તે રીતે આમ વૃક્ષો હતાં માટે તેનું ટ્રિમિગ કરવાના બદલે કટ કર્યા

અહેવાલ -રીમા દોશી -અમદાવાદ 

આ પણ  વાંચો – Ahmedabad : એપ્રિલ-મે માં અમદાવાદ એરપોર્ટથી આટલા લાખ મુસાફરોએ ઉડાન ભરી

આ પણ  વાંચો – Surat : મોડી રાતે પરિવારને તસ્કરોએ બંધક બનાવ્યો, ફાયરની ટીમે રેસ્ક્યૂ કરતા ખબર પડી કે..!

આ પણ  વાંચો – Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!