Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Weather Forecast : અંગ દઝાડતી ગરમીથી મળશે રાહત! હવામાન વિભાગે કરી આગાહી

10:39 PM May 27, 2024 | Vipul Sen

Weather Forecast : રાજ્યમાં હાલ ચામડી દઝાડે એવી ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોચ્યું છે. કાળઝાળ ગરમીના કારણે માનવ સહિત પશુ પક્ષીઓના હાલ પણ બેહાલ થયા છે. ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરાઈ છે. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિ કલાકની નોંધાઈ શકે છે.

દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેવાની સંભાવનાને પગલે રાજ્યમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિ કલાક રહેવાની વકી છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં (Gandhinagar) તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ હજુ તાપમાનમાં વધુ રાહત મળે તેવી પણ આગાહી (Weather Forecast) વ્યક્ત કરવામાં આવી છે.

6 દિવસમાં 1200થી વધુ લોકો બીમાર પડ્યા

નોંધનીય છે કે, ગરમીના કારણે રાજ્યમાં 6 દિવસમાં 1200થી વધુ લોકો બીમાર પડ્યા છે. આ સાથે 100 થી વધુ લોકોને હીટસ્ટ્રોકની (heat stroke) સારવાર લેવી પડી છે. ગરમી અત્યારે લોકોને ખૂબ જ પરેશાન કરી રહી છે. કારણ કે, પહેલા તો ખાસ કરીને બપોર જ વધારે પડતી હતી. પરંતુ હવે જાણે સવાર થતી જ નથી. દિવસ ઉગતાની સાથે બપોર થઈ જાય છે. એનો મતલબ કે, અત્યારે સવારમાં પણ ભીષણ ગરમી પડવાનું શરૂ થઈ જાય છે.

 

આ પણ વાંચો – Ahmedabad: રાજ્યમાં હજી બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં રહેશે ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો – Ahmedabad : સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં મુકાયા કુલર

આ પણ વાંચો –  Madhavin Kamath : આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયરની થઈ ધરપકડ, જાણો શું છે મામલો ?