Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RAJKOT: અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, સુરત અને પંચમહાલમાં ગેમ ઝોન સીલ

04:53 PM May 26, 2024 | Hiren Dave

RAJKOT : રાજકોટ(RAJKOT)માં બનેલી ઘટના બાદ ગુજરાતનુ ફાયર વિભાગે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ,તંત્ર દ્રારા સુરતમાં 6 અને ભાવનગરમાં બે ગેમ ઝોનને સીલ કરાયા છે.અને  સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું ત્યારે વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મીની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ આપ્યા  કરાયા  છે. અને  જેના ભાગરૂપે ગોધરા શહેરમાં આવેલા 4 ગેમઝોન ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેને લઈ ગેમ ઝોન સંચાલકોમાં ફફળાટ ફેલાયો છે.

 

 

રિબાઉન્સ ગેમ ઝોનને ક્લોઝર નોટીસ

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.મનપા અને તંત્રનું નાટક સામે આવ્યું છે.વેસુ વિસ્તારમાં આવેલ રિબાઉન્સ ગેમ ઝોનને તંત્રએ કલોઝર નોટીસ ફટકારી છે.એન્ટ્રી અને એકઝીટ સાથે સમગ્ર મેપ જોવામાં આવ્યો હતો,તો ફાયર એક્ટીંગ્યુશર પર તારીખ પણ એકસપાયર ડેટ વાળી જોવા મળી હતી,સાથે સાથે પતરાના શેડમાં ટેમ્પરી સ્ટ્ર્કચર ઉભું કરી બનાવામાં આવ્યું હતું

સુરતમાં 6 ગેમઝોન સીલ  કરાયા

સુરત ફાયર વિભાગ દ્રારા આજે અલગ-અલગ મોલમાં અને વિસ્તારોમાં ગેમઝોનમાં તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે સુરતમાં કુલ મળીને 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યાં છે,કોઈ જોડે એનઓસી તો કોઈ જોડે ફાયરના સાધનો,તો કોઈ સાથે પરમિશન ના હોવાથી તંત્રએ સીલ માર્યુ હતું.

 

સુરતમાં આ ગેમઝોન બંધ કરાવાયા

  • વીઆર મોલમાં ફંકીમંકી
  • વીઆઈપી રોડ પર બ્લેકબની
  • સેલિબ્રેશન, વીઆઈપી રોડ, વેસુ
  • ગેલેક્સી ગેમ ઝોન, વીઆઈપી રોડ
  • પ્લેટિનમ ગેમ ઝોન, સિટીલાઈટ
  • રાહુલરાજ મોલ ગેમઝોન
  • ભાવનગરમાં 2 ગેમઝોન સીલ

ગોધરામાં ફાયર NOC ન હોવાથી 4 ગેમ ઝોન બંધ

રાજકોટ માં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. જેમાં 33 જેટલા નિર્દોશ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ભારે શોક નો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે દેશના વડાપ્રધાન સહિત રાજ્ય આ મુખ્યમંત્રી એ દુઃખ વ્યક્ત કરીને તપાસ ના આદેશ આપ્યા છે. ત્યારે આ આગની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને સમગ્ર ગુજરાત રાજ્યભરના તમામ શહેરોમાં આવેલા ગેમિંગ ઝોન ની ચકસની કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગોધરા શહેરમાં આવેલા 4 ગેમઝોન ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે

 

અમદાવાદમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ

અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ  પણ  વાંચો  – TRP GameZone : પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી, ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

આ  પણ  વાંચો  – આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

આ  પણ  વાંચો  – TRP GameZone Tragedy : ગેમઝોનના સંચલાકો સાથે તત્કાલિન કલેક્ટર, DDO સહિતના અધિકારીઓની છે સાંઠગાંઠ ?