Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : યુવકની હત્યા કરનારા 5 આરોપીઓનું પોલીસે સરાજાહેર કાઢ્યું સરઘસ, માફી પણ મંગાવી

11:27 PM May 23, 2024 | Vipul Sen

સુરતમાં (Surat) દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. હત્યા, લૂંટ સહિતના ગુનાઓ રોજ પોલીસ ચોપડે નોંધાય છે. ત્યારે શહેરમાં હત્યારાઓ અને બદમાશોની શાન ઠેકાણે લાવવા અને શહેરીજનોમાંથી આવા ગુનેગારોનો ખોફ દૂર કરવા માટે ડીંડોલી પોલીસે (Dindoli police) ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે ડીંડોલી પોલીસે યુવકની હત્યાના કેસમાં 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

હત્યારાઓનું જાહેરમાં સરઘસ કઢાયું

આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

સુરતમાં (Surat) જૂની અદાવત રાખીને 28 વર્ષીય અતુલ સોની નામના યુવકને 5 જેટલા હત્યારાઓએ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી 5 હત્યારાઓને ઝડપી લીધા હતા. ડીંડોલી પોલીસે હત્યારાઓની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. માહિતી મુજબ, ડીંડોલીના ગણપતિધામ સોસાયટીમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું.

હાથ જોડી માફી પણ મગાવી

બે હાથ જોડી લોકો સમક્ષ માફી મંગાવી

ડીંડોલી પોલીસે (Dindoli police) આરોપીઓનું સરઘસ કાઢી લોકો સમક્ષ માફી પણ મંગાવી હતી. હવે પછી ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે તે માટે જાહેરમાં જ બે હાથ જોડી લોકો સમક્ષ માફી મંગાવી હતી. હત્યારાઓનું સરઘસ કાઢી ડીંડોલી પોલીસે આરોપીઓને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. સાથે જ શહેરીજનોમાંથી ગુનેગારોનો ખોફ દૂર થાય અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

 

આ પણ વાંચો – PORBANDAR : કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા,ISI એજન્ટના તપાસમાં થશે મોટા ખુલાસા!

આ પણ વાંચો – SURAT : પાક. યુવતીઓ થકી હિંદુ યુવકોને ફસાવી ધર્માંતરણનું ષડયંત્ર! બિકાનેરથી ઝડપાયેલા આરોપીએ ખોલ્યા અનેક રાઝ

આ પણ વાંચો – PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી