Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કાન કાપી લૂંટનો મુદ્દામાલ વેચાતા પહેલા પોલીસે દબોચ્યા

05:43 PM May 23, 2024 | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA – PADRA) ના પાદરામાં રાત્રે પોતાના ઝુંપડામાં સુતી મહિલાના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ (MIDNIGHT LOOT) ચલાવવાની ઘટના સામે આવી હતી. આ કેસને ઉકેલવામાં વડોદરા ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય એલબીસી દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે નર્મદા કેનાલ કિનારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં સફળતા મળી છે. બંને આરોપીઓ ગુનાહિતી ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પીએસઆઇને બાતમી મળી

17 મે, ના રોજ વડોદરા પાસે પાદરામાં વૃદ્ધાનો કાન કાપીને લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ વડોદરા ગ્રામ્ય એલસીબી સહિત અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. જેમાં એલસીબીના પીએસઆઇને બાતમી મળી કે, અગાઉ મિલકત સંબંધિત ગુનામાં પકડાયેલા અને આણંદ જિલ્લાના આરોપી વિષ્ણુભાઇ ઉર્ફે બુચીયો ચંદુભાઇ ચુનારા (રહે. નાપા, બોરસદ, આણંદ) અને તેના સાગરીતે ગુનાને અંજામ આપ્યો છે.

વોચ ગોઠવવામાં આવી

જે બાદ વધુ વિગતો એકત્ર કરીને તપાસ આગળ ધપાવવામાં આવી હતી. દરમિયાન બાતમી મળી કે, આરોપી દ્વારા લૂંટના દાગીના વેચના માટે લુણા કેનાલવાળા આંતરિયાળ રસ્તે થઇને વડુ તરફ આવી રહ્યો છે. જેના આધારે મહલી તલાવડી વિસ્તારમાં નર્મદા કેનાલના ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બાતમીથી મળતા શખ્સો બાઇક પર આવતા વિષ્ણુભાઇ ઉર્ફે બુચીયો ચંદુભાઇ ચુનારા (રહે. એકતાનગર, નાપા, બોરસદ) અને ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઇ ચુનારા (રહે. દેદરડા બસ સ્ટેન્ડ, આણંદ) ને્ ઝડપી પાડવામાં આવ્યા હતા.

રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત

બાદમાં બંને પાસેથી દાગીના મળી આવ્યા હતા. જે અંગે કડકાઇ પુર્વક પુછપરછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. તેણે કહ્યું કે છે દિવસ પહેલા તેમણે એક ડોશીના કાને પહેરેલા લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. બંને પાસેથી દાગીના અને બાઇક મળીને કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુનાહિત ઇતિહાસ

આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા વિષ્ણુભાઇ ઉર્ફે બુચીયો ચંદુભાઇ ચુનારા સામે 7 ગુના નોંધાયા છે. જ્યારે ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઇ ચુનારા સામે એક સીરીયસ ખુનની કોશિષનો ગુનો નોંધાયે છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપ અગ્રણીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો