Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Government Scheme: છોટાઉદેપુરમાં હજારો લાભાર્થીઓની અરજી બેંકમાં ધૂળ ખાતી જોવા મળી

11:25 PM May 17, 2024 | Aviraj Bagda

Government Scheme: છોટાઉદેપુર જિલ્લામાં બાબુઓની બેદરકારીના પાપે 1373 બેંકેબલ બાજપાઈ યોજનાના લાભાર્થીઓની અરજીઓ પાછલાં ત્રણ વર્ષમાં બેંકોમાં ધૂળ ખાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 2649 અરજીઓ બેંકોને લાભાર્થીઓને લોન આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેમાં માત્ર 748 અરજીઓ બેંકો દ્વારા મંજૂર કરાઈ તો 528 નામંજૂર કરવામાં આવી છે. જ્યારે મહત્વની બાબત એ છે કે 1373 જેટલા લાભાર્થીઓની અરજીઓ આજે પણ બેંકોમાં ધૂળ ખાતી હોવાના ચોકાવનારા અહેવાલો મળી આવ્યા છે.

  • અરજીઓ 3 વર્ષથી બેંકોમાં ધૂળ ખાય છે

  • અરજદારો લોન માટે માંગણી જિલ્લા ઉદ્યોગ પાસે નોંધાવતા હોય છે

  • સરકાર દ્વારા જન કલ્યાણ અર્થે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે

લોકો સ્વાવલંબી બની શકે અને બેરોજગારો પોતાનો નવો ધંધો શરૂ કરી શકે તે માટે સરકારની શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંચાલિત યોજના છે. માં અરજદારો પાસેથી દરખાસ્તો તૈયાર કરાવી તેની સંપૂર્ણ ચકાસણી સહિતની પ્રક્રિયા બાદ મંજૂર કરી જેતે કાર્યક્ષેત્ર ધરાવતી બેંકોને અરજદારને લોન આપવા ભલામણ કરવામાં આવે છે. તેમાં કેટેગરી વાઇઝ સબસીડી પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો: Satta Bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ, રૂપાલા, પૂનમ માડમ સહિત BJP ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા!

અરજદારો લોન માટે માંગણી જિલ્લા ઉદ્યોગ પાસે નોંધાવતા હોય છે

જેને લઇ આ યોજના થકી નવો ધંધો શરૂ કરનાર ધંધાર્થીને ખૂબ જ મદદરૂપ બનતી હોય છે. તે માટે દર વર્ષે જિલ્લામાંથી સરેરાશ 500 થી વધુ તો 1,000 જેટલા અરજદારો લોન માટે માંગણી જિલ્લા ઉદ્યોગ પાસે નોંધાવતા હોય છે. સરકારની આ કલ્યાણકારી યોજના જન જન સુધી પહોંચે તે માટે તેનો પ્રચાર અને પ્રસાર પણ વખતો વખત આયોજિત મેળાઓ થકી કરવામાં આવતો હોય છે. આ યોજનાનો હેતુ જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવાઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે.

આ પણ વાંચો: Chilli Factory: બોડેલીમાં મરચામાં અખાદ્ય કલર અને ઓલીયો રેઝીનની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ

સરકાર દ્વારા જન કલ્યાણ અર્થે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે

આ યોજનાનો લાભ વધુ લોકો લે તેમજ સંપૂર્ણ પારદર્શકતા હેઠળ લાભાર્થીને લાભ મળે, તેવા આશયથી આ તમામ પ્રક્રિયા ઓનલાઇન હેઠળ આવરી લેવામાં આવી છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સૂત્રોના જણાવ્યા અનુસાર પાછલાં ત્રણ વર્ષમાં જીલ્લા ઉધોગ કચેરી દ્વારા કુલ 2649 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરી જે તે બેંકોને મોકલી આપવામાં આવી હતી. જેમાં બેંકો દ્વારા 748 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને 528 જેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી છે. પરંતુ અત્રે એ ખાસ નોંધનીય છે કે 1373 લાભાર્થીઓની અરજીઓ આજે પણ પડતર હોવાનું જાણવા મળી આવ્યું છે. સરકાર દ્વારા જન કલ્યાણ અર્થે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંક તેનો સો ટકા પરિણામ નથી મળી આવતા હોવાના સબળ કારણો માનુ એક કારણ મુઠ્ઠીભર બાબુઓની કથિત બેદરકારી અને આળસ પણ છે તે પણ એક સત્ય હકીકત છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Amreli : મોડી રાતે બકરીનો શિકાર કરતા 9 વર્ષની સિંહણ મોતનાં મુખમાં ધકેલાઈ