Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સુરસાગરની અસંખ્ય મૃત માછલીઓનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરાયો

01:01 PM May 15, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના સુરસાગર (SURSAGAR – VADODARA) માં વધુ એક વખત અસંખ્યા માછલીઓનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જે અંગે જાગૃત મહિલા દ્વારા જણાવાયું કે, પહેલા ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હતો. જે હાલ બંધ છે. જેને લઇને મોટી સંખ્યામા માછલીઓનું મૃત્યુ થયું છે. જે બાદ આશ્ચર્યની વાત ધ્યાને આવી કે, માછલીઓના મૃતદેહનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવ્યો છે. નદી પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસો સામે મૃત માછલીઓને નિકાલ કરતા લોકો વિચારતા થઇ ગયા છે.

વધુ એક વખત પુનરાવર્તન

વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં વધુ એક વખત મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જેને લઇને આસપાસમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવતા વધુ એક વખત પુનરાવર્તન થયું છે. આ ઘટનાને લઇને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. તો મૃત માછલીઓના દુર્ગંધને કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્રએ સત્વરે પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

થોડુુંક અહિંયા ધ્યાન આપો

જાગૃત મહિલા નિતીક્ષા ભટ્ટ જણાવે છે કે, પહેલા ફિલ્ટર ચાલતું હતું, તે હાલ બંધ છે. અને જગ્યાઓ ખુલ્લી કરવી જોઇએ. માછલીઓને મેંદાની વસ્તુઓની જગ્યાએ ઘઉં કે બાજરીની વસ્તુઓ ખવડાવવી જોઇએ. તેનો પણ જીવ છે. જે દુર્ગંધ મારે છે, તેને લઇને સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. તંત્રને કહેવું છે કે, થોડુુંક અહિંયા ધ્યાન આપો. માછલીઓનો પણ એક જીવ જ છે. આ સ્થિતીના કારણે લોકોને મુશ્કેલી પડી શકે છે.

નદીના પ્રદુષણમાં વધારો

આ ઘટના સામે આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને મૃત માછલીઓને એકત્ર કરીને કોથળામાં ભરવામાં આવી હતી. આ મૃત માછલીઓ ભરેલા કોથળાનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. જેને લઇને તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે, તો બીજી તરફ તંત્ર દ્વારા અહિંયા મૃત જીવોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે નદીના પ્રદુષણમાં વધારો કરનાર સામે તંત્ર કોઇ પગલાં લે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : ધ્વનિ પ્રદૂષણ સામે તંત્રનું સખ્ત વલણ