+

Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યા કરવાના ષડયંત્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં પોલીસે મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની ધરપકડ બાદ નેપાળ (NEPAL) બોર્ડરના મુઝફરપુરથી વધુ એક આરોપી મોહમ્મદ…

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યા કરવાના ષડયંત્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં પોલીસે મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની ધરપકડ બાદ નેપાળ (NEPAL) બોર્ડરના મુઝફરપુરથી વધુ એક આરોપી મોહમ્મદ અલીને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોહમ્મદ અલીની પૂછપરછ કરતા કેટલાક મોટા ખુલાસા થયા હતા. મોહમ્મદ અલી ભારત અને નેપાળની નાગરિકતા ધરાવે છે. આથી હવે પોલીસની એક ટીમ વધુ તપાસ માટે નેપાળ જશે.

આરોપી પાસે ભારત અને નેપાળની નાગરિકતા

જણાવી દઈએ કે, સુરતમાં (Surat) હિન્દુવાદી નેતાઓની (Hindu Leaders) હત્યાના ષડયંત્રમાં મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની (Maulvi Mohammad Sohail Abubakar) ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આ કેસમાં નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના (Bihar) મુજફરપુરથી આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની (Muhammad Ali) ધરપકડ કરી હતી. મોહમ્મદ અલીની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તેણે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને નેપાળની (Nepad) નાગરિકતા મેળવી હતી. અલી પાસે ભારત અને નેપાળ બંને દેશની નાગરિકતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

વધુ તપાસ માટે પોલીસની ટીમ નેપાળ જશે

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં વધુ તપાસ માટે પોલીસની એક ટીમ નેપાળ જશે અને આરોપીની નાગરિકતા વેરિફાઈ કરશે. બંને દેશોના પુરાવા અને દસ્તાવેજ આરોપી પાસેથી મળી આવતા ખરેખર આરોપી કયાં દેશની નાગરિકતા ધરાવે છે તેની તપાસ કરાશે. આરોપી નેપાળમાં વધુ રહેતો હોવાથી તેના ઓળખ પુરાવા અને સંપર્કો તપાસવા જરૂરી છે. પોલીસ તપાસ મુજબ, નેપાળી (NEPAL) નાગરિકતા મેળવીને મોહમ્મદ અલી પાકિસ્તાન (Pakistan) ગયો હોવાની પણ આશંકા છે. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા!

આ પણ વાંચો – Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો Video આવ્યો સામે

Whatsapp share
facebook twitter