Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chotaudepur : મહિલા મતદારોને મતદાન જાગૃત અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક

05:58 PM Apr 29, 2024 | Hiren Dave

Chotaudepur: છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં આગામી 7મેના રોજ મતદાન થનાર છે.આ ચૂંટણીમાં જિલ્લાના મહિલા મતદારો    (Women voters) ની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં 8 ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટેના આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી  (District Election Officer) અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ યોજી  બેઠક

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી (Lok Sabha General Election)અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય,મતદારોને મતદાન મથક પર જરૂરી સુવિધાઓ મળી રહે તેમ જ કોઈપણ મતદાર મતદાનથી વંચિતના રહી જાય તે જોવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે Chotaudepur જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા સૂચવ્યું હતું.

મહિલા મતદાન વધારે થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો

જિલ્લા ચૂંટણી અધિકારી દ્રારા મત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં 8 ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, તેમનો સંપર્ક કરીને મતદાન ઓછું થવાના કારણો જાણીને જરૂરી સૂચનો મેળવવા જણાવ્યું હતું. તેમણે આ ચૂંટણીમાં સ્ત્રી-પુરુષ મતદાનની ટકાવારીનો તફાવત દૂર થાય તેમજ પુરુષો કરતા મહિલા મતદાન વધારે થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.

 વૃદ્ધ મહિલાઓ માટે જરૂરી વ્યવસ્થા  કરાઇ

આ ઉપરાંત મહિલા મતદાન વધુ થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા, મતદાનના દિવસે સગર્ભા, દિવ્યાંગ મહિલાઓ તથા 80 વર્ષ કરતા વધુ ઉંમરના વૃદ્ધ મહિલાઓને મતદાન મથક પર આવવા જવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી મહિલાઓને લાઈનમાં ઉભા ન રાખતા, તેમને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. Chotaudepur જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે બાબતે ભાર મૂકીને જિલ્લા કલેકટર અનીલ ધામેલિયાએ દૂરના ફળીયામાં રહેતા બહેનો તથા ડુંગરાળ વિસ્તારના અમુક જ્ઞાતિના બહેનો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરનાર કિશોરીઓને પ્રેરિત કરીને મતદાન મથક સુધી લાવવા અંગે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું.

 

વિવિધ કાર્યક્રમો યોજાશે

આ તકે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જિલ્લામાં મહિલા મતદાર વધુમાં વધુ મતદાન કરે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવાનું જણાવીને સ્ટાફ નર્સ,આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ માટે રંગોળી-મહેંદી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજવા તેમજ ડોર ટુ ડોર વિઝીટ લઈને મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા સંબંધિતોને સૂચવ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ -તૌફિક શેખ-છોટાઉદેપુર 

આ પણ  વાંચો C.R.Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીને..!

આ પણ  વાંચો VADODARA : MSU માં વોશરૂમની દિવાલો પર ચિતરામણ

આ પણ  વાંચો – BANASKANTHA : ગેનીબેન ઠાકોર બાદ હવે રેખાબેન ચૌધરીનું શક્તિપ્રદર્શન, સમર્થનમાં ઉમેટી જનમેદની