+

Hanuman Jayanti 2024 : સાળંગપુર ધામમાં આ ખાસ કાર્યક્રમોનું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહે તેવી સંભાવના

આવતીકાલે દેશભરમાં હનુમાન જયંતીની (Hanuman Jayanti 2024) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે બોટાદ (Botad) ખાતેના સાળંગપુર ધામ ખાતે પણ હનુમાન જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.…

આવતીકાલે દેશભરમાં હનુમાન જયંતીની (Hanuman Jayanti 2024) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે બોટાદ (Botad) ખાતેના સાળંગપુર ધામ ખાતે પણ હનુમાન જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. માહિતી છે કે હનુમાન જયંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણીમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ કષ્ટભંજન દાદાના દર્શનાર્થે પહોચશે. સૂત્રો મુજબ, આવતીકાલે બપોરે 12:35 કલાકે સી.એમ. સાળંગપુર પહોંચશે.

મંગળા આરતી, મારૂતિ યજ્ઞ અને બર્થ ડે સેલિબ્રેશનના કાર્યક્રમ

આવતીકાલે હનુમાન જયંતીને લઈ દેશભરના મંદિરોમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ભગવાન હનુમાનજીનાં દર્શન કરવા માટે ઊમટી પડશે. ત્યારે મંદિરોમાં પણ હનુમાન ચાલીસા પાઠ, પૂજા, હવન અને વિશેષ શણગારનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, ગુજરાતના બોટાદ ખાતેના સાળંગપુર ધામમાં (Salangpur Dham) પણ હનુમાન જયંતીની (Hanuman Jayanti 2024) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાળંગપુર ખાતે ભગવાન હનુમાનજીની વિશેષ આરતી અને શણગાર કરાશે. માહિતી મુજબ, વહેલી સવારે 5 કલાકે દાદાને મંગળા આરતી કરાશે. ત્યાર બાદ સવારે 7 કલાકે શણગાર આરતી અને બર્થડે સેલિબ્રેશન તેમ જ મારુતિ યજ્ઞ (Maruti Yagya) જેવા કાર્યક્રમો યોજાશે. સાથો સાથ લાખોની સંખ્યામાં ભક્તો દાદાનાં દર્શન કરી ધન્યતા અનુવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ધામ પહોંચશે

સાળંગપુર ધામના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આવતીકાલે બપોરે 12:35 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ધામ પહોંચશે. અહીં સીએમ કષ્ટભંજન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. તેમની સાથે ભાજપના અનેક નેતાઓ પણ સાળંગપુર ધામ (Salangpur Dham) ખાતે પહોંચે તેવી સંભાવના છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ આવે તે પૂર્વે ધામ પહોંચવાના છે.

આ પણ વાંચો – VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

આ પણ વાંચો – GONDAL : કાલે ભવ્ય રીતે ઉજવાશે હનુમાન જયંતિ, નીકળશે વિશાળ શોભાયાત્રા

આ પણ વાંચો – Chaitra Purnima 2024 : ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર, કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

 

Whatsapp share
facebook twitter