Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અલ્પેશ કથીરિયા અંગે સૌથી મોટા સમાચાર, AAP માંથી રાજીનામું આપ્યા બાદ અહીં જોડાવાની કરી જાહેરાત

05:05 PM Apr 19, 2024 | KRUTARTH JOSHI

Lok Sabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી નજીકમાં છે. તમામ પક્ષો પોતાના ખાંડા ખખવાડી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 તારીખે મતદાન આયોજીત થવાનું છે. જો કે ગુરૂવારે અચાનક આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો અને PAAS ના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ અચાનક રાજીનામું ધરી દીધું હતું. આમ આદમી પાર્ટી સૌથી વધારે મજબુત સુરતમાં માનવામાં આવતી હતી. જો કે બે દિગ્ગજ ચહેરાઓએ લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપી દેતા મોટો ઝટકો લાગ્યો હતો.

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશની સ્પષ્ટતા

કેટલાક માધ્યમોનો દાવો હતો કે, બંન્ને ભાજપમાં જોડાઇ શકે છે. આ અંગે બંન્ને યુવાનોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેઓ હવે કોઇ પણ રાજકીય પક્ષ સાથે જોડોવા ઇચ્છતા નથી. સમાજ થકી જ આટલો માન મરતબો મળ્યો છે એટલે હવે સમાજની જ સેવા કરવા માંગીએ છીએ.

લેઉવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે ખોડલધામ

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયાએ લેઉઆ પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા ખોડલધામમાં જોડાઇને સંસ્થામાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે, હાલ તેઓ કોઇ પણ પક્ષ સાથે જોડાવા ઇચ્છતા નથી. તેઓ ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકે નિમણૂંક થઇ છે. રાજીનામું આપતા પહેલા કથીરિયાએ જણાવ્યું કે, તેમને પક્ષ સાથે કોઇ નારાજગી નથી પરંતુ પોતે સામાજિક કાર્યો કરવા ઇચ્છે છે તેથી રાજીનામું આપ્યું છે.

કોણ છે અલ્પેશ કથીરિયા?

અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામનો વતની છે. હાલ તે નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLB સુધીનો અભ્યાસકરેલો છે. પોતે વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015 માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે પણ એટ્રોસિટીથી માંડીને રાજદ્રોહ જેવા અનેક કેસ થયા હતા. કથીરિયા પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીનો એક હતો. કથીરિયા ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને વરાછા સીટ પરથી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પણ કરી હતી. જો કે તેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કથીરિયાના પત્ની ભાજપ નેતા છે. તે કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. તેવામાં તે ભાજપમાં જોડાય તેવી શક્યતા પ્રબળ છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024: લલિત વસોયાએ મતદારો પાસે માંગ્યા 10-10 રૂપિયા

આ પણ વાંચો : Loksabha Election : ચકચારી કેસમાં પોલીસ ચોપડે ફરાર પૂર્વ સાંસદે ઉમેદવારી નોંધાવી

આ પણ વાંચો : VADODARA : ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીથી બચાવતું AC હેલમેટ