VADODARA : વડોદરામાં જીમ ટ્રેનર (GYM TRAINNER) મિત્ર સતિષ વસાવાને ઉછીના આપેલા પૈસા પરત માંગવા માટે જૈમિન પંચાલની ઉઘરાણી શરૂ થઇ ત્યારે આરોપી યુ ટ્યુબ (YOU TUBE) પર ક્રાઇમ પેટ્રોલ (CRIME PETROL) જોતો હતો. આખરે એક દિવસ બપોરે જૈમિન પંચાલને ઘરે બોલી નશામાં ધૂત કરીને સતિષે તેના મોંઢે ઓશિકુ દબાવી દીધું હતું. અને ગુંગળાવીને તેની હત્યા કરી હતી. આખરે સમગ્ર મામલો પોલીસ મથક પહોંચતા જ ગુમ થયાની અરજીથી શરૂ થયેલી તપાસ હત્યા પર આવીનો રોકાઇ હતી. હાલ પોલીસે આરોપી યુવક અને તેની મદદગાર માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શંકા જતા તેઓ સતીષના ઘરે ગયા
એસીપી પ્રણવ કટારીયા જણાવે છે કે, 31, માર્ચે જૈમિન પંચાલ ગુમ થયો હતો, તે અંગેની અરજી મકરપુરા પોલીસ મથકમાં આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, 31 મીએ દિકરો બપોરે અઢી વાગ્યે ચા પીતો હતો. તેવામાં તેને સતીષ વસાવાનો ફોન આવ્યો હતો. જૈમિન પંચાલ તેના માતા-પિતાથી અલગ રહેતો હતો. તેણે પિતાને કહ્યું કે, મિત્રને ત્યાંથી હું મારા ઘરે જતો રહીશ. જે બાદ તે નિકળ્યો હતો. પછી તેના માતા-પિતા અને પત્ની તેનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. જેથી તેઓને શંકા જતા તેઓ સતીષના ઘરે ગયા. તે ત્યાં ન હોવાથી તેઓ સતીષને બસ સ્ટેન્ડ પાસે મળ્યા હતા. સતીષે જણાવ્યું કે, જૈમિન મને મળીને જતો રહ્યો હતો. ગુમ અરજીની તપાસ મકરપુરા પોલીસ મથક દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન સતીષે જણાવ્યું કે, જૈમિન મળીને જતો રહ્યો હતો.
જૈમિનને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો
એસીપી વધુમાં જણાવે છે કે, બીજી તરફ પોલીસ દ્વારા સીસીટીવી મેળવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ડભોઇ પાસેના સીસીટીવી ફૂટેજમાં મૃતકની બાઇટ સતીષ વસાવા ચલાવતો હોવાનું જણાવ્યું હતું. તેમાં તેણે જણાવ્યું કે, જૈમિનને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તેવી સ્ટોરી ઉભી કરી. બાઇક લઇને તે મુકવો ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. તે સ્ટોરી અંગે તપાસ કરતા કંઇ તથ્ય મળી આવ્યું ન હતું. સતીષની સઘન પુછપરછ કરતા તેણે આખી સ્ટોરી જણાવી હતી. તે જણાવે છે કે, અઢી વાગ્યે જૈમિન માતા-પિતાના ઘરે જાય છે. સતિષ, જૈમિનને ઘરે બોલાવે છે. અને દારૂ પીવા બેસાડે છે. જૈમિન નશામાં ધૂત થઇ જાય છે ત્યારે સતિષ તેના મોંઢા પર ઓશિકુ મુકીને તેને ગુંગળાવી નાંખે છે. તેનું મૃત્યુ થાય છે.
ઘરેણા ફાઇનાન્સમાં ગીરવે મુકીને અઢી લાખ મેળવ્યા
એપીસીએ વધુમાં ઉમેર્યું કે, સતિષ કહે છે કે, માતા બીજા રૂમમાં હતી. મર્ડર પછી માતા આનાકાની કરે છે. પછી સતીષ તેઓને મનાવી લે છે. જે બાદ બંને બાઇક પર બોડી લઇને રાધુપુરા અને કુંઢેલા ગામની સીમ માઇનર કેનાલમાં નાંખી દે છે. થોડેક આગળ જઇ તે નંબર પ્લેટ, આધાર કાર્ડ સહિત કેનાલમાં વહાવી દે છે. હજી સુધી બાઇક સહિત મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આરોપી સતીષ વસાવા જીમ ટ્રેનર હતો. ત્યાર બાદ તેણે જીમ ચલાવવાનું શરૂ કર્યું. જેમાં તે દેવામાં ડુબી ગયો હતો. જે બાદ તેણે લોકો પાસેથી પૈસા લેવાના શરૂ કર્યા હતા. તે પૈકીનો એક જૈમિન પંચાલ છે. તેણે તેની પાસેથી રૂ. દોઢ લાખ લીધા હતા. જેની તે ઉઘરાણી કરી રહ્યો હતો. દરમિયાન તેની હત્યાના પ્લાનને લઇ સતીષ વિચાર કરી રહ્યો હતો. જૈમિન વધુ સોનું પહેરતો હતો. તેનું મર્ડર કરીને તેનું સોનુ લઇ તેના પર લોન મેળવી ઉધારી ચુક્તે કરવાનો પ્લાન હતો. સતીષે ઘરેણા ફાઇનાન્સમાં ગીરવે મુકીને તેણે અઢી લાખ મેળવ્યા છે. અને તેણે લેણુ ચુક્તે કર્યું છે. સતિષ વસાવા (રહે. દ્વારકેશ ફ્લેટ, તરસાલી, વડોદરા) ને ડેડબોડીનો નિકાલ, પુરાવાનો નાશ કરવા અને આરોપીને મદદ કરવા માટે આઠુબેન વસાવા ને આરોપી બનાવવામાં આવ્યા છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જે પૈકી 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
સીસીટીવીમાં મૃતકની બાઇક લઇને જતો હતો
એસીપીએ ઉમેર્યું કે, મૃતદેહ જે જગ્યાએ નાંખી હતી, ત્યાં માઇનોર કેનાલ છે, ત્યાં પાણી ખુબ હતું. ત્યાં પાણી બંધ કરાવી, આડાશ ઉભી કરી પાણી રોકીને મૃતદેહ રિકવર કરવામાં સફળતા મળી છે. 48 કલાક બાદ મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાઇક સહિત મુદ્દામાલ રિકવર, ઘરેણા, તેના પર લેવામાં આવેલી ગોલ્ડ લોન, વધુ કોઇ લોકોની સામેલગીરી છે કે નહિ તે દિશામાં તપાસ કરવામાં આવશે. જીમમાં બંનેની મુલાકાત થઇ હતી. ત્યારથી મિત્રતા થઇ હતી. આરોપીની પુછપરછમાં કોઇ નિવેદન આપે તેને સતત વેરીફાય કરવામાં આવતા હતા. જેમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આરોપીએ જણાવ્યું કે, મને મળીને નિકળી ગયો. પરંતુ સીસીટીવીમાં તે મૃતકની બાઇક લઇને જતો હતો. તેના પરથી શંકા દ્રઢ થઇ. આરોપી મોબાઇલમાં યુ ટ્યુબ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો. મર્ડર પહેલાના એક ફૂટેજ જોવા મળ્યા, જેમાં બંને એક બાઇક પર જતા રાજપીપળા જોવા મળ્યા હતા. જેથી બંનેની સતત હાજરી જોવા મળી. મૃતકના પિતાએ પોલીસ મથકમાં કરેલી અરજીમાં પણ જણાવ્યું છે કે, તે સતિષના ઘરે જઇ રહ્યો છે.
આ પણ વાંચો — VADODARA : જીમ સંચાલક બરાબરનો ભેરવાયો