+

Chatri Navratri: શ્રી ખોડલધામ મંદિરમાં ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો

Chatri Navratri: હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ…

Chatri Navratri: હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી મા દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે-સાથે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવતી હોય છે.

  • ચૈત્રી નવરાત્રિનો શ્રી ખોડલધામમાં પ્રારંભ
  • નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
  • રાજ્યની વિવિધ મહિલાઓ મા દુર્ગાની પૂજા કરશે

Chatri Navratri

ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.

નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આજરોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે સવારથી સાંજ સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ-સુરેન્દ્રનગર અને મોરબીની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન કરવામાં આવ્યા હતા. બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પણ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

રાજ્યની વિવિધ મહિલાઓ મા દુર્ગાની પૂજા કરશે

Chatri Navratri

ચૈત્રી નવરાત્રિમાં નવેનવ દિવસ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ જિલ્લા/તાલુકાની શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ નોરતે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો, બીજા નોરતે ભાવનગર અને બોટાદ જિલ્લો, ત્રીજા નોરતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો, ચોથા નોરતે અમરેલી જિલ્લો, પાંચમાં નોરતે રાજકોટ શહેર/ પડધરી/ લોધિકા/ કોટડા સાંગાણી તાલુકો, છઠ્ઠા નોરતે ધોરાજી અને ઉપલેટા તાલુકો, સાતમાં નોરતે ગોંડલ તાલુકો, આઠમાં નોરતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને નવમાં નોરતે જેતપુર અને જામકંડોરણા તાલુકાની મહિલાઓ દ્વાર મા દુર્ગાની પૂજા-અર્ચના કરવામાં આવશે.

આ પણ વાંચો: Gondal: ગોંડલ માર્કેટ યાર્ડમાં 5.5 લાખની ચોરી કરનાર ચોરની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: Vejalpur BJP Program: વેજપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન

આ પણ વાંચો: Morbi Patidar Community: મોરબીથી પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને આપ્યું અલ્ટિમેટમ

Whatsapp share
facebook twitter