Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lalit Vasoya : પરશોત્તમ રુપાલા વિવાદમાં લલિત વસોયાની પ્રતિક્રિયા, Video પોસ્ટ કરી કહી આ વાત!

06:03 PM Apr 04, 2024 | Vipul Sen

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ( Rajkot Lok Sabha seat) પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. જો કે, આ મામલે હવે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનું (Lalit Vasoya) નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયાએ ફેસબુક પર વીડિયો શેર કરી કહ્યું કે, ક્ષત્રિય (Kshatriya) સમાજ પાટીદાર (Patidar) સમાજ સામે નથી. ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે. આ સાથે તેમણે કહ્યું કે, બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કેટલાક દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) વિવાદમાં હવે પાટીદાર (Patidar) આગેવાન અને પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. ફેસબુક પર વીડિયો શેર કરી લલિત વસોયાની (Lalit Vasoya) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વર્ષોથી સૌરાષ્ટ્રમાં (Saurashtra) કેટલાક રાજકીય માણસો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજને લડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ, હવે બંને સમાજના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્રમાં ભાઈચારાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી. ક્ષત્રિય (Kshatriya) સમાજનો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે. લલિત વસોયાએ આગળ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી આપણે સૌએ કોઈ પણ અફવા અને સોશિયલ પર ખોટી મીડિયા પોસ્ટ પર વિશ્વાસ ન કરીને શાંતિ જાળવવા પ્રયાસ કરવો જોઈએ.

કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં લલિત વસોયાનો દાવો

જણાવી દઈએ કે, પોરબંદર (Porbandar) લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાની હાજરીમાં ગોંડલ શહેરના ઉદ્યોગનગર ખાતે કોંગ્રેસ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લલિત વસોયાએ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ દાવો કર્યો હતો કે, વર્ષ 2004 કરતા પણ વધુ બેઠકો પર કોંગ્રેસ આ વખતે જીતશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરા (Hitesh Vora), શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, કોંગ્રેસ અગ્રણી યતિષ દેસાઈ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો ઉપરાંત આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખૂંટ (Nimishaben Khunt) સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો – ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં : પરશોત્તમ રૂપાલા

આ પણ વાંચો – Rupala : વાંચી લો,પરશોત્તમ રુપાલા મુદ્દે આજે શું થયું ?

આ પણ વાંચો – RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ