+

Jamnagar: રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા

Jamnagar: રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ હત્યા, ચોરી, લૂંટફાટ અને મારામારીની વારદાતોને બિન્દાસ્ત અંજામ આપી રહ્યાં છે. ત્યારે જામનગરના( Jamnagar )રાજપાર્ક  (Rajpark) વિસ્તારમાંથી વધુ એક…

Jamnagar: રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ હત્યા, ચોરી, લૂંટફાટ અને મારામારીની વારદાતોને બિન્દાસ્ત અંજામ આપી રહ્યાં છે. ત્યારે જામનગરના( Jamnagar )રાજપાર્ક  (Rajpark) વિસ્તારમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં પાડોશી યુવકે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી મહિલા ઘરેથી ટિફિન સર્વિસ ચલાવે છે. આજે બપોરે મહિલાના પાડોશમાં રહેતા યુવકે ટિફિન મંગાવ્યું હતુ. જેથી મહિલાની 12 વર્ષની દીકરી દ્રષ્ટિ કારાવદરા ટિફિન લઈને પાડોશમાં ગઈ હતી. આ સમયે કોઈ અગમ્યકારણોસર યુવકે છરી વડે અચાનક સગીરા પર હુમલો કરી દીધો હતો. જેમાં ઉપરાછાપરી સગીરાને છરીના ઘા ઝીંકી દેતા તે ફસડાઈ ગઈ હતી. સગીરા પર જીવલેણ હુમલો કરીને હુમલાખોર યુવક ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિકો આરોપીના ઘરે દોડી આવ્યા હતા. જ્યાં સગીરાને લોહીના ખાબોચિયામાં જોઈને ચોંકી ઉઠ્યા હતા. જ્યારે બાજુમાંથી છરી પણ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ સગીરાને હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.

આ બનાવમાં પગલે સગીરાનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા યુવકની ધરપકડ માટે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

આ  પણ  વાંચો- Tharad Accident: થરાદમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બાળક ગંભીર રીતે ઘાયલ

આ  પણ  વાંચો- Surat : ” મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી”

આ  પણ  વાંચો- ભરૂચ નગરપાલિકાની સામે જ અત્યંત જર્જરીત શોપિંગની મોટી ગેલેરી વર્ષમાં ત્રીજી વખત ધસી પડી..

 

 

Whatsapp share
facebook twitter