રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત છે અને આ વિકસિત ગુજરાત માટે બધું તમારા હાથમાં છે. દેશનો અમૃત કાળ પણ તમારા હાથમાં છે.
ગાંધીનગરમાં (Gandhinagar) આજે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયાં હતાં. આ પ્રંસગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેદવારોને કહ્યું હતું કે, તમારા મોઢા પર સ્મિત જોવા મળે છે તે આનંદની વાત છે. તેમને લોકોની ખૂબ સેવા કરવાનો મોકો મળવાનો છે. એટલે તમારે ખૂબ જ મહેનતથી કામ કરવાનું છે. તમારી પાસે આવનારા લોકોને એમ થવું જોઈએ કે તમારી પાસે આવે એટલે કામ પૂર્ણ થઈ જાય. આપણે બધાએ ભેગા થઈને સરકારી ઈમેજ બદલવાની છે. જેમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આપણું ગૌરવ દુનિયામાં જઈને વધારી રહ્યા છીએ.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત છે : CM
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, અહીંયા નિમણૂક પામેલા દરેક વ્યક્તિની પરિસ્થિતિ સામાન્ય જ છે. તમારી પાસે આવનારો વ્યક્તિ પણ સામન્ય વ્યક્તિ જ જશે. એટલે તમારે એની મદદ કરવાની છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત છે અને આ વિકસિત ગુજરાત માટે તમારા હાથમાં બધું છે. દેશનો અમૃત કાળ પણ તમારા હાથમાં છે. જો એક વ્યક્તિ બદલાવ લાવ તો શું થઈ શકે છે એ આપણે વડાપ્રધાન મોદીથી શીખવું જોઈએ. પહેલા લોકો કહેતા ભારતનું શું થશે ? પણ આજે ભારત દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર છે. સીએેમએ આગળ કહ્યું કે, આજે દરેક સેક્ટરમાં ભારત ખૂબ આગળ વધ્યું છે. કોણ શું કામ કરે છે ? અને કોણ શું નથી કરતો ? એની કરતા આપડે શું કરશું એ વિચારવું જોઈએ.
‘હસમુખભાઈનું નામ બોલાય એટલે કેમ બધા તાળીઓ પાડે છે’
ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલે હસમુખભાઈ પટેલ (Hasmukhbhai Patel) અંગે વાત કરતા કહ્યું કે, જો હસમુખભાઈ પટેલનું નામ બોલાય એટલે કેમ બધા તાળીઓ પાડે છે. તમે બધા તાળીઓ પાડો છો એ કેમ પાડો છો કેમકે તેમનું કામ નિયમાનુસાર અને સમયસર પૂર્ણ થાય છે. અને એમનું નામ પડે એટલે ગડબડી દૂર થાય છે. તમારા કામથી તેમને યાદ રાખવામાં આવશે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા (Kunwarji Bavaliya), ભાનુબેન બાબરિયા અને બચુભાઈ ખાબડ સહિતના નેતાઓ, અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. માહિતી મુજબ, GPSC અંતર્ગત 104, GSSSB અંતર્ગત 1101 અને GPSSB અંતર્ગત 785 એમ કુલ 1990 ઉમેદવારોને આજે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
આ પણ વાંચો – Gir Somnath : વેરાવળ બંદર પરથી રૂ.17.28 લાખનાં બ્લેક ટ્રેપ-રેતી, રૂ.20.61 લાખના ડીઝલ, Oil, ગ્રીસનો જથ્થો સીઝ